android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
CJP Tiranga March  :   અભિજીત દીપકેને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાનો દાવો, વકીલો સાથે વાત ન કરવા દેવાનો આક્ષેપ

calendar_todayOctober 16, 2026

CJP Tiranga March : અભિજીત દીપકેને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાનો દાવો, વકીલો સાથે વાત ન કરવા દેવાનો આક્ષેપ

CJPના સ્થાપક અભિજીત દીપકેને દિલ્હી પોલીસ દ્વારા એક નોટિસ આપવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું છે કે કનોટ પ્લેસ (CP)માં વિરોધ પ્રદર્શનો કરવાની મંજૂરી નથી. દરમિયાન, કેટલાક વેપારીઓએ CJP વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું.


ભારતની અર્થવ્યવસ્થાને ખોરવવાનું ષડયંત્ર હોવાની આશંકા: સુધાંશુ ત્રિવેદી


ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ દિલ્હીના કનોટ પ્લેસમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે તહેવારોના સમયે અને વ્યસ્ત વ્યાપારી વિસ્તારોમાં જ પ્રદર્શન શા માટે કરવામાં આવે છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે શું આ ભારતની અર્થવ્યવસ્થાને ખોરવવાનું ષડયંત્ર છે. સાથે જ તેમણે દેશના યુવાનોને સાવચેતી રાખવા અને કોઈના હાથનું રમકડું ન બનવાની અપીલ કરી.


અભિજીત દીપકેને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાનો દાવો, વકીલો સાથે વાત ન કરવા દેવાનો આક્ષેપ


સીજેપીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે દિલ્હી પોલીસે અભિજીત દીપકેને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે. સંસ્થાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમને વકીલો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. સીજેપીએ દિલ્હી પોલીસને અભિજીત ક્યાં છે તે અંગે જવાબ આપવા માગ કરી છે.

 



કનોટ પ્લેસમાં પ્રદર્શનથી વેપારીઓ પરેશાન, નિર્ધારિત સ્થળે વિરોધ કરવાની અપીલ


નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ અતુલ ભાર્ગવે જણાવ્યું કે નવરાત્રિથી દિવાળી અને હોળી સુધીનો સમય વેપારીઓ માટે મહત્ત્વનો હોય છે. કનોટ પ્લેસમાં પ્રદર્શનને કારણે દુકાનદારોને મુશ્કેલી પડી રહી છે. તેમણે કહ્યું કે બંધારણ પ્રદર્શનની સાથે જીવવાના અધિકારની પણ ખાતરી આપે છે, તેથી સરકાર દ્વારા નક્કી કરાયેલા સ્થળે જ પ્રદર્શન થવું જોઈએ.


દિલ્હીમાં 150 પ્રદર્શનકારીઓની અટકાયત


દિલ્હીમાં વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસે અત્યાર સુધીમાં 150 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કનોટ પ્લેસ વિસ્તારમાં પ્રદર્શનકારીઓને હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે પ્રદર્શનકારીઓને ઉઠાવીને બસોમાં બેસાડવાનું શરૂ કરતાં વિસ્તારમાં સ્થિતિ વધુ ચર્ચાસ્પદ બની છે.



પોલીસકર્મીઓની ખાનગી માહિતી જાહેર ન કરવા દિલ્હી પોલીસની અપીલ

દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી અને એડિશનલ સીપી રાજીવ રંજને પ્રદર્શનકારીઓ અને જનતાને અપીલ કરી છે કે ફરજ પર તૈનાત પોલીસકર્મીઓના ફોટા, વીડિયો કે તેમના ઘરનું સરનામું અને પૂરું નામ સોશિયલ મીડિયા પર શેર ન કરે. તેમણે કહ્યું કે આવી રીતે ખાનગી માહિતી જાહેર કરવી ગેરકાયદેસર છે અને દરેકની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ.

નેહા બોરાની અટકાયતની તસવીર આવી સામે

AISA પ્રમુખ નેહા બોરાને અટકાયતમાં લીધા પછી નેહાના 'X' પર એક સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું, "નેહાને એકલી ક્યાં લઈ જવામાં આવી છે? આ અટકાયત નથી! આ અપહરણ છે."

=" target="_blank">

=

ડીસીપીએ વિરોધીઓને કનોટ પ્લેસ ખાલી કરવા અપીલ કરી

નવી દિલ્હી ડીસીપીએ વિરોધીઓને કનોટ પ્લેસ ખાલી કરવા અપીલ કરી. દિલ્હી પોલીસ વિરોધીઓને સીપીમાંથી દૂર કરી રહી છે.

સીજેપી કાર્યકરો કનોટ પ્લેસ ખાતે ભેગા થઈ રહ્યા છે

એઆઈએસએ પ્રમુખ નેહા બોરા અને સીજેપીના સ્થાપક અભિજીત દિપકેકની અટકાયત બાદ સીજેપી, આપ અને ડાબેરી પક્ષોના સેંકડો સમર્થકો ત્રિરંગો પકડીને કનોટ પ્લેસ નજીક સેન્ટ્રલ પાર્ક તરફ કૂચ કરી રહ્યા છે. દિલ્હી પોલીસ ઘણા લોકોને અટકાયતમાં લઈ રહી છે અને તેમને બસોમાં ભરી રહી છે.

=" target="_blank"> =

નેહા બોરાની કરી અટકાયત

દિલ્હી પોલીસે અભિજીત દિપકે બાદ હવે નેહા બોરાની પણ અટકાયત કરી છે. મંડી હાઉસ નજીક AISA નો વિરોધ પ્રદર્શન ચાલુ હતું.

=" target="_blank">

=

મુસાફરોને મુશ્કેલી ન પડે તે અમારી પ્રાથમિકતા- એડિશનલ સીપી, ટ્રાફિક 

એડિશનલ સીપી (ટ્રાફિક) ડીકે ગુપ્તાએ કહ્યું કે અમે ટ્રાફિકનું નિયમન કરવા માટે આ ઝોનમાં અમારા કર્મચારીઓને તૈનાત કર્યા છે. જો કોઈ વિક્ષેપ આવે, તો અમે લોકોને ઓછામાં ઓછી અસુવિધાનો સામનો કરવો પડે અને ટ્રાફિક સરળતાથી વહેતો રહે તે માટે સમયસર ડાયવર્ઝન લાગુ કરીશું. અમે ચોક્કસપણે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહ્યા છીએ. અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાતરી કરવાનો છે. અમે બધા મુસાફરોને અમારી ટ્રાફિક સલાહનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. 

=" target="_blank">

=


અભિજીત દિપકેની કરી અટકાયત

તિરંગા માર્ચ પહેલા દિલ્હી પોલીસે અભિજીત દિપકેની અટકાય કરી છે. અભિજીત દિપકે કનોટ પ્લેટમાં જવાની કોશિશ કરી રહ્યા હતા. 
=" target="_blank">

=

અનેક વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવ્યા

સેન્ટ્રલ પાર્ક ખાતે CJPના ‘લહેરા દો તિરંગા’ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, કનોટ પ્લેસની આસપાસના વિસ્તારમાં અનેક CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ વિસ્તારમાં અને તેની આસપાસ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

=" target="_blank">

=

કનોટ પ્લેસમાં 163 કલમ લાગુ 

દિલ્હીમાં CJP (સીજેપી) દ્વારા આયોજિત ‘લહેરા દો તિરંગા’ વિરોધ પ્રદર્શન પહેલાં સેન્ટ્રલ પાર્કની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. કનોટ પ્લેસમાં કલમ 163 લાગુ છે અને NDMC (એનડીએમસી) દ્વારા ‘તિરંગા યાત્રા’ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી.

=" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">

=

તિરંગા યાત્રા ન યોજવા વેપારીઓએ પીએમ મોદીને લખ્યો પત્ર 

શહેરમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનોને કારણે થયેલા નુકસાન અંગે વિવિધ વેપાર અને વ્યવસાયિક સંગઠનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે આ બાબતે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

=" target="_blank">

=