android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
સંદેશ ન્યૂઝના મેરેથોન કવરેજની મોટી અસર: પૂરના નુકસાનની સમીક્ષા કરવા CM ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે

calendar_todayJuly 9, 2026

સંદેશ ન્યૂઝના મેરેથોન કવરેજની મોટી અસર: પૂરના નુકસાનની સમીક્ષા કરવા CM ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે

સુરત શહેરમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગે 'સંદેશ ન્યૂઝ' દ્વારા કરવામાં આવેલા સતત મેરેથોન કવરેજની સરકારી તંત્ર પર મોટી અસર જોવા મળી છે. સુરતની જનતાની મુશ્કેલીઓ વહીવટી તંત્ર અને સરકાર સુધી પહોંચાડ્યા બાદ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પરિસ્થિતિનો તાગ મેળવવા સુરત દોડી આવ્યા છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં અધિકારીઓ સાથે હાઈલેવલ બેઠક

સુરત પહોંચીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઈ-ટ્રિપલ સી એટલે કે Integrated Command and Control Centre ખાતે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે એક હાઈલેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને અસરગ્રસ્ત લોકોને વહેલી તકે તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.


વરસાદે વિરામ લેતા રાહત, મનપા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ શરૂ

ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે સુરત શહેરના હાલ બેહાલ થઈ ગયા હતા અને અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી. જોકે, વરસાદે વિરામ લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે. પૂરના પાણી ઉતરતાની સાથે જ રોગચાળો ન ફેલાય તે માટે સુરત મનપાની આરોગ્ય અને સફાઈ ટીમ દ્વારા સમગ્ર શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અને ડિસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો - Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં