android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
CM Nitish Kumar હવે રાષ્ટ્રીય રાજકારણમાં કરી શકે છે પ્રવેશ, રાજ્યસભા ચૂંટણી અંગે શરુ થઇ અટકળો

calendar_todayMarch 4, 2026

CM Nitish Kumar હવે રાષ્ટ્રીય રાજકારણમાં કરી શકે છે પ્રવેશ, રાજ્યસભા ચૂંટણી અંગે શરુ થઇ અટકળો


નિશાંત કુમારને બિહારના ડેપ્યુટી સીએમ નિયુક્ત કરવામાં આવી શકે છે.

NDA વિધાનસભા પક્ષની બેઠક

બિહારમાં રાજકીય ભૂકંપ સર્જાઇ શકે છે. પટનામાં NDA વિધાનસભા પક્ષની બેઠકમાં આ ઘટનાક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. JDUના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝા દિલ્હીથી પટના પહોંચ્યા અને મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ, જેને લલ્લન સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પણ દિલ્હીથી પટના પહોંચશે.

સત્તા પરિવર્તન માટે સંભવિત મોડેલ

દશકોથી બિહારના રાજકારણમાં ચાણક્યની ભૂમિકા ભજવનારા નીતીશ કુમાર હવે પોતાનો વારસો આગામી પેઢીને સોંપવાની તૈયારી કરી રહ્યા છે. તાજેતરના વિકાસ અને NDAમાં ચર્ચાઓના આધારે, બિહારમાં સત્તાના હસ્તાંતરણ માટે એક વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રો અને રાજકીય વિશ્લેષકો સૂચવે છે કે પટનામાં યોજાનારી NDA વિધાનસભા પક્ષની બેઠકમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

નિશાંતનો રાજકારણમાં પ્રેવશ

નીતીશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે અને દિલ્હીના રાજકારણમાં સક્રિય થઈ શકે છે. તેઓ JDU ક્વોટામાંથી રાજ્યસભામાં ચૂંટાઈ શકે છે, જે કેન્દ્રમાં તેમની ભૂમિકાને વધુ વધારશે. નીતીશ કુમારના પુત્ર, નિશાંત કુમાર, બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે સક્રિય રાજકારણમાં સામેલ થઈ શકે છે. JDUના ઘણા વરિષ્ઠ મંત્રીઓ અને નેતાઓએ નિશાંતના રાજકારણમાં પ્રવેશનું જાહેરમાં સ્વાગત કર્યું છે.

આ પણ વાંચોઃ સપ્ટેમ્બરમાં નક્કી કરાયો હતો ઈરાન પરનો હુમલો, પેન્ટાગોને બનાવી હતી આ મિશન માટે ખાસ ટીમ