android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
DA Hike: કેન્દ્રીય કર્મચારી અને પેંશનર્સ માટે ખુશખબરી! DA માં 2% ના વધારાની શક્યતા, જાણો પગારમાં કેટલો ઉછાળો આવશે

calendar_todayFebruary 6, 2026

DA Hike: કેન્દ્રીય કર્મચારી અને પેંશનર્સ માટે ખુશખબરી! DA માં 2% ના વધારાની શક્યતા, જાણો પગારમાં કેટલો ઉછાળો આવશે

હોળીના પર્વ પૂર્વે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી રહ્યા છે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના AICPI-IW (ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ) ના આંકડા મુજબ, આગામી સમયમાં મોંઘવારી ભથ્થા (DA) માં 2 ટકા નો વધારો થવાની પ્રબળ સંભાવના છે. જો આ જાહેરાત થશે, તો કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું 58% થી વધીને 60% થઈ જશે.

DA વધારા પાછળનું ગણિત

ડિસેમ્બર 2025 ના AICPI-IW ના આંકડા 148.2 પર પહોંચ્યા છે. આ આંકડાઓના 12 મહિનાના સરેરાશના આધારે ગણતરી કરવામાં આવે તો DA નો આંકડો 60.33% બને છે. સરકારી નિયમો મુજબ, તેને રાઉન્ડ ફિગરમાં લેતા 60% ગણવામાં આવે છે. અગાઉ ઑક્ટોબર 2025 માં સરકારે 3% નો વધારો કરીને DA ને 58% પર પહોંચાડ્યું હતું. હવે, વધુ 2% ના વધારા સાથે તે 60% એ પહોંચશે.

પગાર પર કેવી અસર પડશે? (અંદાજિત ગણતરી)

જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર ₹50,000 થી ₹90,000 ની વચ્ચે હોય, તો 2% ના વધારાથી તેમની માસિક સેલરીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે:
બેઝિક પગાર (Basic Pay) હાલનું DA (58%) નવું DA (60%) માસિક વધારો
₹ 50,000 ₹ 29,000 ₹ 30,000 ₹ 1,000
₹ 70,000 ₹ 40,600 ₹ 42,000 ₹ 1,400
₹ 90,000 ₹ 52,200 ₹ 54,000 ₹ 1,800
(નોંધ: આ વધારો માત્ર DA પેટે છે, જેની અસર PF અને અન્ય ભથ્થા પર પણ પડી શકે છે.)

ક્યારે થશે જાહેરાત?

સામાન્ય રીતે સરકાર જાન્યુઆરીથી અમલી બનતા DA વધારાની જાહેરાત માર્ચ મહિનામાં કરે છે. આ વર્ષે હોળી માર્ચ મહિનામાં હોવાથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તહેવાર પહેલા જ કેબિનેટ આ પ્રસ્તાવને મંજૂરી આપી દેશે. જોકે, 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂર્ણ થઈ હોવા છતાં, જ્યાં સુધી 8માં પગાર પંચની ભલામણો અમલમાં ન આવે ત્યાં સુધી આ ગણતરી 7મા પગાર પંચના માળખા મુજબ જ ચાલુ રહેશે.
વધારો કર્મચારીઓના ખિસ્સાને થોડી રાહત આપશે
મોંઘવારીના સમયમાં આ વધારો કર્મચારીઓના ખિસ્સાને થોડી રાહત આપશે. પેન્શનરોને પણ મોંઘવારી રાહત (DR) માં સમાન વધારાનો લાભ મળશે, જેનાથી તેમના માસિક પેન્શનમાં પણ વધારો થશે.
કેન્દ્રીય કર્મચારીઓના મહંગાઈ ભથ્થામાં (DA) ફરી એક વખત વધારો થઈ શકે છે. DA કેટલું વધશે, તેનો ફોર્મ્યુલા શું હશે, અલગ-અલગ બેસિક પગાર ધરાવતા કર્મચારીઓની સેલરીમાં કેટલો વધારો થશે—આ બધી ગણતરી અહીં સમજાવવામાં આવી છે.