calendar_todayMarch 31, 2026
Dabhoda: ડભોડીયા મંદિરે 3100 કિલો બુંદી, 1111 કિલો ચિક્કીનો પ્રસાદ બનશે
ગાંધીનગરના સુપ્રસિધ્ધ શ્રીડભોડીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરે આવનારા લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે બુંદી તથા સીંગદાણાની ચિક્કીનુ વિતરણ કરાશે. જેના ભાગરુપે હાલ મંદિર ખાતે 3100 કિલોગ્રામ બુંદીનો પ્રસાદ તથા 1111 કિલોગ્રામ સીંગદાણાની ચિક્કીનો પ્રસાદ કરવામાં આવી રહ્યો છે. મંદિર ખાતે આવેલા ભોજનાલય ખાતે હાલ મહાપ્રસાદ તેમજ અન્ય પ્રસાદ બનાવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
આવતી કાલ ગુરુવારે હનુમાન જ્યંતિના દિવસે ડભોડીયા હનુમાનજી મંદીર ખાતે મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સ્વયંભુ ડભોડીયા હનુમાનજી મંદિરે દર્શન કરવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં એક અંદાજ મુજબ છથી સાત લાખ ભક્તો ઉમટી પડશે અને કીડીયારુ ઉભરાશે. મંદિર પરીસરમાં પગ મુકવાની પણ જગ્યા નહી મળે એટલી હકડેઠઠ ભીડ જામશે. મંદિર દ્વારા ગામના તમામ માર્ગોને રોશનીથી શણગારમાં આવ્યા છે. સેંકડો ભક્તો માટે પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા, પાંચથી વધુ સ્થળોએ ચા નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પર્વેશમાર્ગો પર પાર્કીગની વ્યવસ્થા કરાઇ છે. હાલ 40 હજારથી પણ વધુ ભક્તો માટે જમ્બો રસોડામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર ખાતે આવનાર તમામ ભક્તોને લાઇવ દર્શન કરી શકે એ માટે મંદિરની વેબસાઇટ પર મહાઆરતીનુ જીવંત પ્રસારણ બપોરે 12 થી સાડા બાર વાગ્યા સુધી કરવામાં આવશે. ડભોડીયા મંદિર ખાતે મોટા પ્રમાણમાં અમદા વાદમાંથી હજારો ભક્તો ઉમટી પડે છે. વિદેશમાં મોટી સંખ્યામાં વસતા ભક્તો સોસિયલ મિડીયાના માધ્યમથી બપોરની મહાઆરતીમાં ભાગ લેછે અને દર્શન કરીને ધન્ય બને છે. હાલ મંદિરને રંગરોગાનથી શણગારવામાં આવ્યુ છે. મંદીર ખાતે જીલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો