android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dabhoi: ડભોઇ નગરમાં ટાઉનહોલના નિર્માણથી જગન્નાથ પાર્કમાં ગંદા પાણીની રેલમછેલ

calendar_todayOctober 3, 2026

Dabhoi: ડભોઇ નગરમાં ટાઉનહોલના નિર્માણથી જગન્નાથ પાર્કમાં ગંદા પાણીની રેલમછેલ

16

ડભોઇ ખાતે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી રોડ પર નિર્માણાધીન ટાઉનહોલની કામગીરી સ્થાનિક રહીશો માટે માથાનો દુઃખાવો બની છે. નગરપાલિકાના આ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે બાજુમાં આવેલ જગન્નાથ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ગટર અને મજૂરોના વપરાશનું ગંદુ પાણી છોડાતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ડ્રેનેજ અને ગંદા પાણીનો નિકાલ ટાઉનહોલની નવી બનેલી કમ્પાઉન્ડ વોલમાંથી ડ્રેનેજ લાઈનનું ગંદુ પાણી સીધું જગન્નાથ પાર્કના કોમન પ્લોટ તરફ્ વાળી દેવાયું છે.

સરકારી જગ્યામાં રહેતા નિર્માણ કાર્યના મજૂરોના નહાવા-ધોવાનું પાણી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ઠલવાય છે. જે કોમન પ્લોટમાં બાળકો રમે છે. નજીકમાં ઘરો આવેલાં છે. ત્યાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ભારે ઉપદ્રવ થયો છે. પરિણામે બાળકો અને વૃદ્ધોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મુશ્કેલી છેલ્લા ત્રણ વર્ષથી છે. અગાઉ તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. ખાનગી કોન્ટ્રાક્ટરે પોતાના મજૂરો માટે યોગ્ય વ્યવસ્થા કરવાને બદલે સરકારી જગ્યા પર વસવાટ કરાવી ગંદકી ફેલાવવાનો આક્ષેપ છે. રહીશોએ યુદ્ધના ધોરણે ગંદા પાણીનો નિકાલ બંધ કરવાની માંગ કરી છે. જો વહેલી તકે સમસ્યા નહીં ઉકેલાય તો આરોગ્ય વિભાગ અને ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો