calendar_todayApril 13, 2026
Dabhoi: ડભોઈ નગર પાલિકામાં 36 બેઠક માટે 133 ઉમેદવારી પત્રો ભરાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં શનિવારે ફોર્મ ભરવાની અંતિમ તારીખે જ ડભોઇ જીલ્લા પંચયાતની 4 બેઠક, તાલુકા પંચાયતની 20 બેઠક અને નગર પાલિકાની 36 બેઠક માટે ફોર્મ ભરવા ઉમેદવારો ઊમટી પડયાં હતા. ડભોઈ ભાજપ, કોંગ્રેસ અને આપ સહીત અપક્ષ ઉમેદવારોનો રાફ્ડો ફટયો હતો. આગામી 26 એપ્રીલના રોજ મતદાન થશે નગરપાલિકાનાં 48 બુથ ઉપર 41725 મતદારો અને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની 4 બેઠક માટે 94363 મતદારો મતદાન કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે ડભોઈ પંથક ચૂંટણીનો રંગ લાગ્યો છે. ડભોઈની 4 જીલ્લા પંચાયત બેઠક ચાંદોદ, કાયાવરોહણ, થુવાવી, અને સીમડીયા તેમજ નગર પાલિકાની 36 બેઠક અને તાલુકા પંચાયતની 20 બેઠક માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. બપોરે 3 વાગ્યા સુધી સંખ્યાબંધ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. ડભોઈ નગરપાલિકાની ચૂંટણીમાં 133 ફોર્મ હાલ સુધીના ભરાયાની વિગતો પ્રાપ્ત થઈ છે. જ્યારે ડભોઈ તાલુકા પંચાયત 20 બેઠકો માટે 68 ઉપરાંત ફોર્મ ભરાયા છે. ભાજપ, કોંગ્રેસ આપ અને અન્ય પક્ષો દ્વારા જ્યારે વડોદરા જિલ્લા પંચાયત બેઠક ચાર બેઠકો માટે આશરે 18 જેટલા ફોર્મ ભરાયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો