calendar_todayApril 15, 2026
Dabhoi: ડભોઇ નગર પાલિકાના વોર્ડ-8માં કોંગ્રેસના ચારેય ઉમેદવાર બિનહરીફ
ડભોઇ નગરપાલિકા કુલ 9 વોર્ડ 36 બેઠકો પર 98 ફોર્મ ભરાયા હતા, જેમાં આજે અંતિમ દિવસે સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતાં. વોર્ડ - 8માં કોંગ્રેસના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે વોર્ડ - 9માં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
ડભોઈ નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 34 ફોર્મ ભરાયા હતા. હવે 29 કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં અને ભાજપે 32 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, એક બિન હરીફ હતા, હવે ભાજપના 31 and અન્ય પક્ષો સાથે 86 ઉમેદવારો મેદાનમાં છે, વૉર્ડ નંબર 8 ના કોંગ્રેસના 4 ઉમેદવાર (1)કોકીલાબેન વિષ્ણુભાઇ સુથાર (2) ઈમરાનાબેન સીદ્દીકભાઇ વાણીયાવાલા (3)અફ્ઝલહુસેન ઇસ્માઇલભાઇ કાબાવાલા (4) મોહસીનખાન ઇસ્માઇલભાઇ કડીયા બિનહરીફ થયા છે. જ્યારે વોર્ડ નંબર 9માં ભાજપના પરેશકુમાર ગોવિંદભાઈ રબારી બિનહરીફ થયા હતા
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો