android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod:ડાયલ-112 જનરક્ષક સેવા સુરક્ષાનું મજબૂત કવચ બની

calendar_todayJanuary 12, 2026

Dahod:ડાયલ-112 જનરક્ષક સેવા સુરક્ષાનું મજબૂત કવચ બની

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી *Dial 112* જનરક્ષક સેવા દાહોદ જિલ્લામાં જનતાની સુરક્ષા માટે વિશ્વસનીય માધ્યમ બનીને ઉભરી છે. આધુનિક ટેક્નોલોજી અને તાલીમબદ્ધ સ્ટાફ સાથે સજ્જ આ સેવાએ લોન્ચિંગથી લઈને ડિસેમ્બર-2025 જનસુરક્ષા ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે.

દાહોદ જિલ્લામાં હાલ 24 કલાક કાર્યરત 23 PCR વાહનો કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકોની વહારે પહોંચી રહ્યા છે. આંકડાકીય વિગતો મુજબ, છેલ્લા મહિનામાં કુલ 4,568 કેસ હેન્ડલ કરાયા છે, જેમાંથી 4,355 કિસ્સામાં ઘટનાસ્થળે ત્વરિત PCR વાન રવાના કરાઈ હતી. આ સેવાનો સરેરાશ પ્રતિસાદ સમય 21 મિનિટ 45 સેકન્ડ નોંધાયો છે. સૌથી વધુ 1,572 કેસ મારામારીના હતા. ઉપરાંત જાહેર ઉપદ્રવના 1,251, મહિલાઓ વિરુદ્ધની હિંસાના 289, રોડ અકસ્માતના 247 અને ઘરેલુ હિંસાના 74 કેસમાં જનરક્ષક સેવાએ સમયસર પહોંચીને રાહત પૂરી પાડવામાં આવે છે.

જનરક્ષક સેવાની કાર્યક્ષમતામાં સતત સુધારો

ડિસેમ્બરમાં સૌથી ઝડપી જિલ્લામાં જનરક્ષક સેવાની કાર્યક્ષમતામાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર 2025માં 810 કેસ સામે 22.53 મિનિટનો પ્રતિસાદ સમય હતો. જે ઓક્ટોબરમાં 1,470 કેસ છતાં જળવાઈ રહ્યો હતો. નવેમ્બરમાં 1,334 કેસમાં સમય ઘટીને 20.28 મિનિટ થયો હતો જ્યારે ડિસેમ્બર-2025માં સૌથી શ્રેષ્ઠ દેખાવ કરતા માત્ર 18 મિનિટ 55 સેકન્ડમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મદદ પૂરી પાડી હતી.

ઇમર્જન્સીમાં પણ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ

જનરક્ષક સેવાએ સમયસર પહોંચીને રાહત પૂરી પાડવામાં આવે છે. આ સેવા માત્ર ગુનાખોરી જ નહીં, પણ અવાજ પ્રદૂષણ, ચોરી અને જીવના જોખમ જેવી ઇમર્જન્સીમાં પણ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મહિલા સુરક્ષાથી લઈને આગ અકસ્માત જેવી ગંભીર ઘટનાઓમાં આ સેવા જિલ્લામાં ‘ર્ફ્સ્ટ રિસ્પોન્ડર’ તરીકે ઉભરી આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો