android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod: તાલુકા કક્ષાના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

calendar_todayJune 23, 2026

Dahod: તાલુકા કક્ષાના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ્ ટ્રાયબલ અફેર્સ વિભાગ તેમજ ગુજરાત રાજ્ય ટ્રાયબલ સોસાયટી અને શ્રી ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યુવક મંડળ દાસા સંચાલિત એકલવ્ય મોડલ રેસીડેન્સિયલ સ્કૂલ સીંગવડ ખાતે તાલુકા કક્ષાનો 12 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો હતો.

ગઈકાલે તા.21 જુને12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગા ફેર હેલ્ધી એજિંગ થીમ પર વૃદ્ધાવસ્થામાં વધુ સારું સ્વાસ્થ્ય, સક્રિય જીવનશૈલી અને આત્મનિર્ભરતા જાળવી રાખવા પર વિશેષ ભાર મુકાયો હતો. કાર્યક્રમના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઈવ વક્તવ્ય નિહાળવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાન સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે દીપ પ્રજ્જવલિત કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી દ્વારા મુખ્ય મહેમાનને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોરે સરળ અને સચોટ રીતે આપણા સ્વાસ્થ્ય માટે યોગ કેટલું મહત્વનું છે અને યોગ કરવાના ફાયદા જણાવ્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ, જિલ્લા તેમજ તાલુકા પંચાયત સભ્યો, પોલીસ મિત્રો, આંગણવાડી વર્કરબેનો, ગ્રામજનો અને એકલવ્ય શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. અંદાજિત 750 જેટલા લોકોને શાળાના યોગ ટ્રેનર નંદાબેન અને બાળકોએ યોગાસનો કરાવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો