android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod : દેવગઢ બારીયામાં તંત્રની સર્જિકલ સ્ટ્રાઈક: દુધિયા ગામે યુવકની ઉંમર 21 વર્ષથી ઓછી નીકળતા બાળ લગ્ન મોકૂફ રખાયા

calendar_todayMay 1, 2026

Dahod : દેવગઢ બારીયામાં તંત્રની સર્જિકલ સ્ટ્રાઈક: દુધિયા ગામે યુવકની ઉંમર 21 વર્ષથી ઓછી નીકળતા બાળ લગ્ન મોકૂફ રખાયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના દુધિયા ગામેથી બાળ લગ્ન અટકાવવાની એક પ્રશંસનીય ઘટના સામે આવી છે. સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને મળેલી ગુપ્ત માહિતીના આધારે તંત્રએ સમયસર કાર્યવાહી કરીને કાયદાકીય ભંગ થતો અટકાવ્યો હતો.

પોલીસ પહોંચતા જ મંડપમાં દોડધામ

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને બાતમી મળી હતી કે દુધિયા ગામે કાયદાકીય વય મર્યાદા કરતા ઓછી ઉંમરના યુવકના લગ્ન કરાવાઈ રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અધિકારીઓના ઓચિંતા આગમનથી લગ્ન પ્રસંગમાં દોડધામ મચી ગઈ હતી.

દસ્તાવેજોએ ખોલી પોલ

તંત્ર દ્વારા જ્યારે વરપક્ષના દસ્તાવેજો અને આધાર-પુરાવાની ચકાસણી કરવામાં આવી ત્યારે સત્ય સામે આવ્યું હતું. કાયદા મુજબ લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ, પરંતુ તપાસમાં યુવકની ઉંમર નિર્ધારિત મર્યાદા કરતા ઓછી હોવાનું માલૂમ પડ્યું હતું. તંત્રના અધિકારીઓની કડક સમજાવટ અને કાયદાકીય કાર્યવાહીના ડરને પગલે આખરે બંને પરિવારોએ લગ્ન મોકૂફ રાખવાની સહમતી આપી હતી.


આ પણ વાંચો---    Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી