android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod:જિલ્લા કો. ઓપરેટિવ બૅન્ક અલગ બનતાં 3.5 લાખ ખાતેદારોને લાભ થશે

calendar_todayJanuary 2, 2026

Dahod:જિલ્લા કો. ઓપરેટિવ બૅન્ક અલગ બનતાં 3.5 લાખ ખાતેદારોને લાભ થશે

પંચમહાલમાંથી દાહોદ જિલ્લાનું વિભાજન થયાને 28 વર્ષના વ્હાણા વિતી ગયા, ત્યારે હવે પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કમાંથી દાહોદ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના અસ્તિત્વમાં આવવાની દિશા ઉજ્જવળ બની છે. જેનાથી બેન્કના લાખો સભાસદો, ખેડૂતો અને થાપણદારોને લાભ થવાનું નિશ્ચિત છે.

કેન્દ્રમાં સહકાર વિભાગ આ વખતે જ મોદી સરકારે જુદો બનાવીને સહકારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે .જે વિભાગના કેન્દ્રીય મંત્રી પણ અમિત શાહ જ છે. દાહોદ જીલ્લામાં પણ વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ, સહકારી બેન્કો, ક્રેડિટ સોસાયટીઓ, સેવા સહકારી મંડળીઓ અને ઔદ્યોગિક સહકારી મંડળીઓ કાર્યરત છે. આ તમામ એકમોને ધિરાણ માટેનું એક માત્ર સહકારી વિકલ્પ હોય તો તે પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કોઓપરેટીવ બેન્ક છે. જેનો વહીવટ 28 વર્ષ બાદ પણ પંચમહાલ જિલ્લાથી જ ચાલી રહ્યો છે. ત્યારે 2026માં રાજ્યની આવી 9 જેટલી નવી બેન્ક ઉભી કરવાની જાહેરાત સરકારે કરતા પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કોઓપરેટીવ બૅન્કનું પણ વિભાજન થતાં દાહોદ જિલ્લાને પોતાની અલાયદી મધ્યસ્થ સહકારી બેન્ક મળશે. દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાની મુખ્ય શાખા સહિત કુલ 16 શાખા પંચમહાલ બેન્કની કાર્યરત છે, તેમાં 94 જેટલી સહકારી મંડળીઓ જોડાયેલી છે. 350થી વધારે દુધ ઉત્પાદક મંડળીઓને તેનો આર્થિક લાભ થઈ રહ્યો છે. આ બેન્કમાં 3.5 લાખ બચત ખાતા પણ ચાલી રહ્યા છે. આ બેન્ક વાહન સહિતની વિવિધ લોન પણ આપે છે તેમજ પશુપાલકોને અને ખેડૂતોને ધિરાણ પણ આપે છે. આ બેન્કને કારણે સહકારી પ્રવૃત્તિઓ વેગવંતી બને છે અને છેવાડાના માનવી આત્મનિર્ભર બને છે. આ બેન્ક અલગ અસ્તિત્વમાં આવશે, ત્યારે તેનો અભૂતપૂર્વ લાભ સહકારી એકમો, ખેતી અને પશુપાલકોના વિકાસમાં મળશે તે નિશ્ચિત છે.

PDCમાં દાહોદ જિલ્લાના વર્તમાન ડિરેકટરો : કનૈયાલાલ કિશોરી (MLA), મહેશભાઇ ભુરિયા(MLA), પ્રજીતસિંહ રાઠોડ, ધનાભાઈ ભરવાડ, કનુભાઈ ડામોર

જિલ્લામાં કાર્યરત બૅન્કની શાખાઓ : (1) દાહોદ (જિલ્લા શાખા) (2) ગોદી રોડ (3) રાછરડા (4) કતવારા (5) ગરબાડા (6) ગાંગરડી (7) જેસાવાડા (8) ધાનપુર (9) દેવગઢ બારીયા (10) પીપલોદ (11) લીમખેડા (12) રણધીકપુર (13) સંજેલી (14) ઝાલોદ (15) લીમડી (16) ફતેપુરા

નેતાઓના મનમાં લડ્ડુ ફૂટયા : દાહોદ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક જુદી અસ્તિત્વમાં આવશે, ત્યારે તેની ગવર્નિંગ બોડી પણ જુદી બનશે અને તેની ચુંટણી થશે. ત્યારે તેમાં સત્તા મેળવવા પણ નેતાઓ ઘાંઘા થશે, પરંતુ આ જાહેરાતથી સહકારી ક્ષેત્રના નેતાઓમાં આનંદની લહેરખી વ્યાપી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો