calendar_todayApril 12, 2026
Dahod: યુવાનનું અપહરણ કરી માર મારનાર 4 શખ્સો સામે ફરિયાદ
દેવગઢબારીઆ તાલુકાના ટીકડી ગામે એક યુવકને ચાર શખ્સોએ અપહરણ કરી ગોંધી રાખી માર મારતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ધાનપુરના તરમકાચ ગામે અને દેવગઢ બારીઆના કુલપરા સેવાનિયા ગામે રહેતા સુરેશ નાથુ સુવણ, સંજય કાલમસિંહ સુવણ, જયેશ કોલમ સુવણ અને પુષ્પક મનહર ચૌહાણે ગત તા.7ના રોજ દેવગઢ બારીઆના જુના બારીઆ ગામે વેડ ફળિયામાં રહેતા 23 વર્ષીય સંજય શુકલભાઈ બારીયાને ટીકડી ગામે રસ્તામાં રોકી, અમારી છોકરી કેમ આપતા નથી, આજે તમને ઉપાડીને લઈ જવાના છે, તેમ કહી સંજય બારીયાને બળજબરીપૂર્વકમોટરસાયકલ પર બેસાડી તેનું અપહરણ કરી ટીકડી ગામે લઈ જઈ એક મકાનમાં ગોંધી રાખી ગડદાપાટુનો માર માર્યો હતો. જેમ તેમ કરી સંજય બારીયા અપહરણકારોની ચંગુલમાંથી છૂટી તેના ઘરે પહોંચ્યો હતો. જે બાદ પરિવારજનોને તેની આપવિતી જણાવી હતી. જે બાદ આ સંબંધે તેણે દેવગઢબારીઆ પોલીસ મથકે ચારેય અપહરણકારો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો