calendar_todayMarch 28, 2026
DAHOD: દાહોદ પાલિકા ચૂંટણીમાં હવે 56 મતદાન મથકોમાં જ મતદાન થશે
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓના પડઘમ વાગી રહ્યા છે.તેના માટે મતદાન મથકો નક્કી કરવાની કામગીરી અંતિમ ચરણમાં છે ત્યારે ગત વખત કરતા 23 મતદાન મથક અને હજારો મતદારોમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યુ છે.
દાહોદ નગર પાલિકાની ચુંટણી જિલ્લામાં હાઈ પ્રોફઇલ માનવામાં આવે છે. હાલમાં તેની મુદત પૂર્ણ થઈ ગઈ છે અને તેના માટેનું જાહેરનામું થોડા દિવસોમાં પ્રસિદ્ધ થવાની તૈયારીઓ ચાલી રહી છે. નગર પાલિકામાં કુલ 9 વોર્ડ છે અને તેમાં વોર્ડ દીઠ ચાર નગર સેવકો પ્રમાણે 36 નગર સેવકો ચુંટવાના હોય છે.ગત વખતે જાન્યુઆરી 21માં ચુંટણીઓ થઈ હતી. તે વખતે શહેરમાં કુલ 79 મતદાન મથકો હતા અને 85 હજાર કરતાં વધુ હતા. SIR પછી 19 હજાર કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. ચુંટણી આયોગની માર્ગદર્શિકા પ્રમાણે મતદાન મથકોમાં ઓછા મતદારો રાખવાના હોવાથી ગત ચુંટણી કરતાં 23 મતદાન મથકોનો ઘટાડો થતાં આ વખતની પાલિકાની ચુંટણીમાં માત્ર 56 મતદાન મથકોમાં જ મતદાન કરાવાશે. હાલની મતદાર યાદી પ્રમાણે શહેરમાં કુલ 66777 મતદારો હોવાની જાણકારી મળી છે, તે પ્રમાણે ગત ચુંટણી કરતાં આશરે 19 હજાર મતદારો ઓછા થયા હોવાનો અંદાજ છે. આ વખતે એક મતદાન મથકમાં 1 હજારથી 1300 મતદારો જ રાખવાના હોઈ, આ દરખાસ્ત રજૂ થયા બાદ તેમાં શું સુધારા વધારા કરાશે તે જોવું રહ્યુ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam