android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod:સંજેલીના ગામોમાં રૂા.6.72 કરોડના ખર્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

calendar_todayJanuary 8, 2026

Dahod:સંજેલીના ગામોમાં રૂા.6.72 કરોડના ખર્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

સંજેલી તાલુકાની ખેડા વર્ગ હિરોલા, ભામણ, પ્રતાપપુરા, થાળા અને સરોરી ગામોની પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી, સીસી રોડ તેમજ સ્લેબ ડ્રેઈન સહિત રૂા.6.72 કરોડના વિવિધ કામોનું રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસ માટે એક નવી દિશા આપી છે. આજે રાજ્યભરમાં શિક્ષણને વધુ પ્રાધાન્ય આપીને ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી શિક્ષણ માટે નંદઘર થી લઈને અધ્યતન શાળાઓ બનાવાઈ રહી છે, તેની સાથે બાળકોને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સાથે જ્ઞાનરૂપી પુસ્તકોનો ભંડાર વિદ્યાર્થીઓની સામે રાખવા માટે શાળાઓમાં ગ્રંથાલય બનાવવાનું કામ સરકાર દ્વારા કરાઈ રહ્યું છે. આ પ્રસંગે અગ્રણી શંકરભાઈ આમલીયાર, તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો