android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod News: જાલત ગામે આર્ટિગા કાર કેનાલમાં ખાબકી, 4 બાળકો સહિત 5નો આબાદ બચાવ

calendar_todayFebruary 18, 2026

Dahod News: જાલત ગામે આર્ટિગા કાર કેનાલમાં ખાબકી, 4 બાળકો સહિત 5નો આબાદ બચાવ

દાહોદ નજીક આવેલા જાલત ગામે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. એક બેકાબૂ બનેલી મારુતિ આર્ટિગા કાર પાટાડુંગરીની મુખ્ય કેનાલમાં ખાબકી હતી. કારમાં ચાર માસૂમ બાળકો અને ચાલક સવાર હતા, જે તમામને સ્થાનિકો અને રેસ્ક્યુ ટીમની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, મારૂતિ આર્ટિગા કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર રસ્તા કિનારે આવેલી પાટાડુંગરીની કેનાલમાં સીધી ખાબકી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ સદનસીબે કેનાલમાં પાણીનું સ્તર ઓછું હોવાથી કાર ડૂબી ન હતી અને મોટી જાનહાનિ ટળી હતી.

પાંચ લોકોનું સફળ રેસ્ક્યુ

કેનાલમાં ખાબકેલી કારમાં સવાર ચાર બાળકો અને ચાલક મળી કુલ 5 વ્યક્તિઓને લોકોએ ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં તમામને સામાન્ય ઇજાઓ પહોંચી છે, પરંતુ તમામ સુરક્ષિત છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ક્રેન દ્વારા કારને બહાર કઢાઈ

કેનાલમાં પડેલી આર્ટિગા ગાડીને પાછળથી ક્રેન બોલાવીને બહાર કાઢવામાં આવી હતી. પાટાડુંગરી કેનાલ પર અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી છે, જોકે આજના કિસ્સામાં કુદરતી મહેરબાનીને કારણે પાંચેય લોકોના જીવ બચી ગયા છે.


આ પણ વાંચો - Dahod: ગરબાડામાં શિવરાત્રીની શોભાયાત્રામાં કરતબ સમયે આગ ભભૂકી, એક વ્યક્તિનું જીવતું ભૂંજાય જવાથી મોત