android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod: સંજેલી ખાતે TDO માટે બની રહેલા મકાનના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપ

calendar_todaySeptember 2, 2026

Dahod: સંજેલી ખાતે TDO માટે બની રહેલા મકાનના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપ

સંજેલી તાલુકા પંચાયત ભવનના કેમ્પસમાં હાલ ટીડીઓને રહેવા માટે નવા બની રહેલા મકાનના બાંધકામની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા હોવાના આક્ષેપો થતાં ચકચાર મચી છે.

સંજેલી ખાતે માર્ગ મકાન વિભાગ હેઠળ તાલુકા વિકાસ અધિકારીને રહેવા માટેના નવીન મકાનની કામગીરી ચાલી રહી છે, આ મુદ્દે અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા એક ગાડી માટી વાળી રેતી ઉતારાઈ હોવાના આક્ષેપ સાથે તાલુકા મથકે રજૂઆતો થઈ હતી. જેથી કોન્ટ્રાક્ટરે બીજી સારી રેતી લાવીને કામ ચાલુ કરી દીધુ હતું. પરંતુ થોડા સમય પછી ફરી માટીવાળી રેતી મકાનના બાંધકામમાં વાપરી હોવાના અક્ષેપો ઉઠયા હતા. પરંતુ માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ દ્વારા યોગ્ય સમયે વિઝીટ નહીં કરાતા, કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની ચલાવીને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને બિલ્ડીંગ તૈયાર કરીને બારોબાર નાણા ઉપાડી લેવાયા હોવાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. દસ દિવસ અગાઉ જ વન વિભાગ દ્વારા બનાવેલ રેસ્ટ હાઉસમાં પણ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાથી ફ્લોરિંગની ટાઇલ્સો તેમજ દીવાલોમાં તિરાડો પડી જવા પામેલ હતી, તેની તપાસ તો હજુ થઈ નથી, ત્યારે સંજેલીમાં ટીડીઓના મકાનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા માટી વાળી વ્યક્તિ વાપરતા હોવાની બૂમો ઊઠવા પામી છે, ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવા માગ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો