android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Daman News: 'આજ તેરા ભાઈ વિરુ બનેગા', દારુ પીને ટાંકી પર ચડ્યો યુવક, Video

calendar_todaySeptember 18, 2026

Daman News: 'આજ તેરા ભાઈ વિરુ બનેગા', દારુ પીને ટાંકી પર ચડ્યો યુવક, Video

તમે શોલે મુવી જોઈ હોય તો તેનો આઈકોનિક પાણીની ટાંકીવાળો સીન યાદ હશે. જેમાં વિરુ બંસતી માટે પાણીની ટાંકી પર ચડી જાય છે. કંઈક આવા જ દ્રશ્યો દમણમાંથી સામે આવ્યા હતા, જ્યાં એક યુવક દારૂના નશામાં ચૂર થઈને પાણીની ટાંકી પર ચડી ગયો હતો. આ દરમિયાન તેની ડાયલોગબાજીને કારણે હાઈ વોલ્ટેજ ડ્રામા જેવા દ્રશ્યો સર્જાયા હતા.

યુવકે ભારે હોબાળો મચાવ્યો 

દમણના દરિયા કિનારે એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દમણના દરિયા કિનારે દારૂના નશામાં ધૂત એક યુવકે કોઈ ફિલ્મી કહાનીની જેમ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. દરિયા કિનારે આવેલી એક ઊંચી પાણીની ટાંકી પર આ યુવક અચાનક ચડી ગયો હતો, જેને જોઈને આસપાસના લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. નશાની હાલતમાં યુવકે ત્યાં બેસીને ભારે હોબાળો મચાવ્યો હતો.

Daman News: Drunk Youth Creates High Voltage Drama on Water Tank in Daman

'શોલે'ના વીરુની જેમ ડાયલોગબાજી અને કૂદવાની ધમકી

આ યુવકની કરતૂત જોઈને લોકોએ બોલીવુડની પ્રખ્યાત ફિલ્મ 'શોલે'ના વીરુની યાદ તાજી થઈ ગઈ હતી. પાણીની ટાંકી પર બેસીને આ યુવકે ફિલ્મી અંદાજમાં જોર-જોરથી ડાયલોગબાજી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, તે ઉપરથી નીચે કૂદી જવાની સતત ધમકીઓ પણ આપી રહ્યો હતો, જેના કારણે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

Daman News: Drunk Youth Creates High Voltage Drama on Water Tank in Daman

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમની સમયસૂચકતા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવક કોઈ અનિચ્છનીય પગલું ન ભરે તે માટે સલામતીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા ટાંકીની નીચે એક મોટું કપડું તૈયાર રાખવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી સમજાવટના પ્રયાસો બાદ યુવકને નીચે ઉતારવામાં ફાયર કર્મીઓને સફળતા મળી હતી. જે બાદ હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



==" target="_blank">

==




આ પણ વાંચો: Vapi : સંઘપ્રદેશ દમણમાં તીન બત્તીથી જેટી સુધીનો રોડ અત્યંત જર્જરિત હાલતમાં