android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dangના બરડીપાડા-મહાલ માર્ગ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત

calendar_todayFebruary 21, 2026

Dangના બરડીપાડા-મહાલ માર્ગ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત

ડાંગ જિલ્લાના બરડીપાડાથી મહાલ વચ્ચેના માર્ગ પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પશ્ચિમ બંગાળ પાસિંગની એક પીકઅપ ગાડી પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે એક મોટા વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ હતી.

મોટા વળાંક પર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

આ કરુણ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આમ, આ અકસ્માતમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાડીમાં સવાર અન્ય 9 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતની જાણ થતા જ સુબીર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક હળવો કરી આગળની તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વળાંક પર ગાડીની ગતિ વધુ હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો