calendar_todayMarch 19, 2026
Dawood Ibrahim Property Auction: દાઉદની 4 જમીનની હરાજી સફળ, જાણો સૌથી વધુ બોલી કોણે લગાવી ?
કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમની પૈતૃત જમીનની હરાજી આખરે સફળ રહી છે. મુંબઇના એક વ્યક્તિએ સૌથી વધારે બોલી લગાવીને કૃષિ ભૂમિ ખરીદવાનો સત્તાવાર અધિકાર મેળવી લીધો છે. દાઉદની જે સંપત્તિઓ હરાજી થઇ છે તે મહારાષ્ટ્રના રત્નાગિરીમાં છે.
ચાર જમીનના ટુકડાની હરાજી કરવામાં આવી
કેન્દ્ર સરકારે ડોન દાઉદ ઇબ્રાહિમની ખાનદાની જમીનોની હરાજી કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્ર સરકાર દ્વારા 5 માર્ચ, 2026ના રોજ હાથ ધરવામાં આવેલી આ હરાજી સ્મગલર્સ અને ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોરફિચર ઓફ પ્રોપર્ટી) એક્ટ હેઠળ યોજાઈ હતી. એવું જાણવા મળ્યું છે કે ચારેય જમીનના ટુકડા રત્નાગિરિ જિલ્લાના મુમ્બકે ગામમાં સ્થિત છે . આ સ્થળ દાઉદ ઇબ્રાહિમના પરિવારનું પૈતૃક ગામ માનવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આમાંથી કેટલીક મિલકતો અગાઉ તેની માતા, અમીના બીના નામે નોંધાયેલી હતી.
કોણે લગાવી સૌથી વધુ બોલી ?
હરાજીમાં સૌથી વધુ બોલી લગાવનાર વ્યક્તિ મુંબઈના હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કે કોણ છે તે અંગે હજી કોઇ ઓળખ જાહેર કરવામાં આવી નથી. નિયમો અનુસાર બોલી લગાવનાર વ્યક્તિએ એપ્રિલ 2026ની શરૂઆતમાં સંપૂર્ણ રકમ જમા કરાવવાની રહેશે. ત્યારબાદ સંબંધિત સત્તાવાળાઓ પાસેથી અંતિમ મંજૂરી મળ્યા પછી મિલકતનું ટ્રાન્સફર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તેની પૈતૃક સંપત્તિ વેચવાના પ્રયાસો ત ઘણા વર્ષથી કરવામાં આવી રહ્યા હતા. જેમાં ઘણીવાર તો પ્રક્રિયા અધૂરી રહેતી હતી. નવેમ્બર 2025માં આ મિલકતોની અનામત કિંમતમાં 30 ટકાનો ઘટાડો કરી દેવાયો હતો તેમ છતાં પણ કોઇ ખરીદનાર મળ્યું નહીં.
અગાઉ પણ કરવામાં આવી હતી હરાજીની પ્રક્રિયા પણ..
નિષ્ણાંતો માને છે કે દાઉદ ઇબ્રાહિમના નામ અને તેના 'ડી-કંપની' સિન્ડિકેટના ડરને કારણે સંભવિત ખરીદદારો આ મિલકતોથી દૂર રહ્યા હતા. તો વળી બીજુ કારણ એ પણ હતું કે આ જમીનો ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે જેથી તે કૃષિ માટે ઉપયોગી છે. તાત્કાલિક નાણાકીય વળતર મળવાની સંભાવના ઘણી જ મર્યાદિત છે.
4માંથી એક જમીન માટે બે લોકોએ લગાવી હતી બોલી
બોલી લગાવવાની પ્રવૃત્તિની દ્રષ્ટિએ, સર્વે નંબર 442 (ભાગ 13-B) ચાર જમીનના ટુકડાઓમાં સૌથી વધુ ચર્ચાસ્પદ તરીકે ઉભરી આવ્યો. જ્યારે તેની અનામત કિંમત આશરે ₹9.41 લાખ નક્કી કરવામાં આવી હતી, ત્યારે હરાજી દરમિયાન તેને ₹10 લાખથી વધુની બોલી મળી. આ ચોક્કસ પ્લોટ માટે બે બોલી લગાવનારાઓ આગળ આવ્યા હતા. જેમાં એક મુંબઈનો અને બીજો રત્નાગીરીનો. તેનાથી વિપરી બાકીના ત્રણ જમીનના ટુકડા માટે દરેક માટે ફક્ત એક જ બોલી લગાવનાર વ્યક્તિએ ભાગ લીધો હતો, અને બધી જરૂરી શરતો પૂર્ણ કર્યા પછી, તેઓએ સફળતાપૂર્વક મિલકતો હસ્તગત કરી હતી.