android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા

calendar_todayJanuary 17, 2026

Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા

આમ તો ગુજરાત ઘણીવાર શાંતિપ્રિય રાજ્ય તરીકે ઓળખાય છે અને રાજ્ય સરકાર પણ ગુનાખોરી ઓછી હોવાનો દાવો કરે છે. પરંતુ અહેવાલો મુજબ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં જઘન્ય અપરાધ અને ગંભીર ગુનાઓમાં દોષિત પકડાયેલા દોષીઓની સંખ્યા ચિંતાજનક સ્તર પર છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 2020 સુધીમાં ભારતમાં ફાંસીની સજા પામેલા દોષિતોની સંખ્યામાં ઉત્તરપ્રદેશ 95 સાથે પ્રથમ અને ગુજરાત 49 સાથે બીજા સ્થાને છે.

ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે ફાંસીની સજા વાળા ગુજરાતના 49 કેદી

મુખ્યત્વે ફાંસીની સજા હત્યા, ગેંગરેપ અને રેરેસ્ટ ઓફ ધ રેર જેવા ગંભીર ગુનાઓમાં આપવામાં આવે છે. રેરેસ્ટ ઓફ ધ રેર કેટેગરીના ગુનાઓમાં તો ફાંસીનો આદેશ મળવા છતાં ઘણા દોષિતો વર્ષો સુધી જેલમાં જ રહે છે. લોકસભામાં ગૃહ મંત્રાલયે આપેલી માહિતી મુજબ, ડિસેમ્બર 2020 સુધી જે આરોપી જેલમાં હોય અને તેમને મૃત્યુદંડ કે ફાંસીની સજા ફટકારાઇ હોય તેવા ગુજરાતમાં કુલ 49 આરોપી છે

 ગંભીર ગુનાઓના કેસમાં ફાંસીના અમલ માટે સમય લાગે છે

આ નમૂનાથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા મજબૂત હોવા છતાં ગંભીર ગુનાઓના કેસમાં ફાંસીના અમલ માટે સમય લાગે છે. આ ઉપરાંત અન્ય રાજ્યો જેમ કે બિહાર અને પશ્ચિમ બંગાળમાં ગુનાખોરીની છાપ વધારે હોવા છતાં ફાંસી પામેલા દોષીઓની સંખ્યા ઓછી છે. મોટાભાગના કેસોમાં ઉપલી અદાલત કે રાષ્ટ્રપતિની દયા યાચિકા કારણે વર્ષો સુધી ફાંસીના આદેશ અમલમાં નથી આવતાં, અને કેટલાક કિસ્સામાં આજીવન કેદમાં ફેરવી દેવામાં આવે છે.

રાજ્ય પ્રમાણે ફાંસી પામેલા દોષીઓની સંખ્યા (ડિસેમ્બર 2020 સુધી)

રાજ્ય દોષીઓની સંખ્યા જોઇએ તો ઉત્તરપ્રદેશ 95, ગુજરાત 49, મહારાષ્ટ્ર 45, ઝારખંડ 45, મધ્યપ્રદેશ 39, કર્ણાટક 32, બિહાર 27, પશ્ચિમ બંગાળ 26, હરિયાણા 21, ઉત્તરાખંડ 20, રાજસ્થાન 20 અને કેરળમાં 19 દોષિતોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં નોંધપાત્ર ફાંસી કેસ

ગુજરાતમાં ચકચાર જગાવનારા ફાંસીના કેસમાં 1989માં રાજકોટમાં શશિકાંત માળી નામના ગુનેગારને ટ્રિપલ મર્ડર બદલ ફાંસી આપવામાં આવી, જેમાં તેણે એક બાળકી સહિત ત્રણની હત્યા કરી હતી તો સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીનો આદેશ કરાયો હતો તો 2002માં ગોધરા ટ્રેન કાંડમાં કારસેવકોને સળગાવી દેવા મામલે 12 આરોપીઓને ફાંસી અપાઇ હતી જે બાદ આજીવન કેદમાં ફેરવાઇ.


આ પણ વાંચો-----   Kutch : ખાવડા નજીક મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર