calendar_todayMay 15, 2026
Deesa: ડીસામાં 100થી વધુ શોપિંગ સેન્ટર ગેરકાયદે 100 કરોડની સ્ટેમ્પ ડયૂટીની ચોરીની આશંકા
ડીસા નગરપાલિકા વિસ્તારમાં હવે એક પછી એક મસમોટા શોપિંગ સેન્ટરો ગેરકાયદેસર બન્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે નગરપાલિકા દ્વારા આવા શોપિંગ સેન્ટરોને નોટીસ આપી સંતોષ માની લેતા હોય છે તો ક્યાંક નગરપાલિકાના અધિકારીઓ નોટીસનો ઉપયોગ પત્રમ પુષ્પમ કરવા હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને તેના કારણે આજે ડીસામાં 100 થી વધુ ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ ઊભા થઈ જવા પામ્યા છે ડીસાના જલારામ મંદિર સામે નેશનલ હાઈવે પર એક શ્રીજી સ્કવેર કોમ્પ્લેક્ષનું ગેરકાયદેસર બાંધકામનું બહાર આવ્યા બાદ હવે એક પછી એક ગેરકાયદેસર કોમ્પ્લેક્ષના બાંધકામો બહાર આવી રહ્યા છે. જોકે શહેરમાં મોટાભાગની સોસાયટીઓમાં પણ કેટલાક બિલ્ડરો દ્વારા નગરપાલિકામાં મંજૂર થયેલ નકશા ના વિરૂદ્ધમાં બાંધકામ કરી મકાનો માલિકોને પધરાવી દેતા હોય છે અને જેના કારણે આખરે પાછળથી મકાન માલિકોને નુકસાન વેઠવાનો વારો આવે છે. અમુક સોસાયટીઓમાં હાલ મકાનો હોવા છતાં પ્લોટોના દસ્તાવેજ કરી સ્ટેમ્પ ડયુટીની પણ ચોરી કરવામાં આવે છે અને જેના કારણે અંદાજિત રૂ.100 કરોડથી વધુની સ્ટેમ્પ ડયુટી ની ચોરી થઈ રહી હોવાનું ચર્ચા રહ્યું છે અને જેના કારણે સરકારની તિજોરી પર સીધું નુકસાન થઈ રહ્યું છે. જોકે ડીસા નગરપાલિકા દ્વારા હવે નોટીસ આપેલ શોપિંગ કોમ્પ્લેક્ષનું સર્વે કરી આવા બિલ્ડરો સામે કડક કાર્યવાહી હાથ ધરે તો જ ગેરકાયદેસર બાંધકામો પર અંકુશ આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો