android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Deesa: ડીસામાં રૂપિયા 5 કરોડની કિંમતી જમીન પરથી દબાણ હટાવવા JCB ફરીવળ્યું

calendar_todayMay 5, 2026

Deesa: ડીસામાં રૂપિયા 5 કરોડની કિંમતી જમીન પરથી દબાણ હટાવવા JCB ફરીવળ્યું

ડીસા શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા હલ કરવા અને જાહેર રસ્તાઓ ખુલ્લા કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત સોમવારે શહેરના હરિઓમ સ્કૂલ પાછળ આવેલા ભારત માતા પાર્ક વિસ્તાર ના મુખ્ય માર્ગ ઉપર પાલિકાના બુલડોઝરે ગર્જના કરી હતી.વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો પર જેસીબી ફેરવી દઈ અંદાજે રૂપિયા 5 કરોડની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, હરિઓમ સ્કૂલની પાછળ અને ભારત માતા પાર્કના મુખ્ય માર્ગ પર કેટલાક શખ્સોએ લાંબા સમયથી પાકા દબાણો અને ફેન્સિંગ કરીને સરકારી જમીન પચાવી પાડી હતી. આ મામલે પાલિકાએ અગાઉ નોટિસ ફ્ટકારી હતી,જેની સામે દબાણદારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, કાયદાકીય લડતમાં દબાણદારોની હાર થતા જ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને સોમવારે સવારથી જ કાફ્લા સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પાલિકાની ટીમે જેસીબી મશીન વડે રસ્તા પર નડતરરૂપ પાકા મકાન સેડ તેમજ લોખંડની ફેન્સિંગ અન્ય ગેરકાયદેસર બાંધકામો આ તમામ દબાણો દૂર કરી કુલ 2,400 સ્ક્વેર મીટર જેટલી વિશાળ જગ્યા ખાલી કરાવી હતી.તંત્રની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફળકો પડી ગયો હતો.વર્ષોથી જામી પડેલા આ દબાણો દૂર થતાં હવે આ વિસ્તારનો માર્ગ વધુ મોકળો બન્યો છે. શહેરના વિકાસ અને ટ્રાફ્કિની સુવિધા માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવા અનિવાર્ય છે. હરિઓમ સ્કૂલ પાછળની આ કામગીરી બાદ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સર્વે કરી દબાણો હટાવવાની પ્રક્રિયા ચાલુ રહેશે.આ ખુલ્લી કરાયેલી જમીનનો ઉપયોગ આગામી સમયમાં પ્રજાલક્ષી કામો માટે કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો