android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi સરકારનો મોટો નિર્ણય, અઠવાડિયાના 2 દિવસ WFH, દર સોમવારે રહેશે 'મેટ્રો મન્ડે'

calendar_todayMay 14, 2026

Delhi સરકારનો મોટો નિર્ણય, અઠવાડિયાના 2 દિવસ WFH, દર સોમવારે રહેશે 'મેટ્રો મન્ડે'

મુખ્યપ્રધાન રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળ દિલ્હી સરકારે ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક યોજી. આ બેઠક બાદ સરકારે જાહેર કર્યું કે હવે દિલ્હી સરકારના તમામ સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં બે દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’ અમલમાં રહેશે.


રેખા ગુપ્તાએ પોતાના કાફલામાં પણ 60 ટકાનો ઘટાડો કર્યો

સાથે જ ખાનગી કંપનીઓને પણ અઠવાડિયામાં બે દિવસ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપવા અપીલ કરવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના કાફલામાં પણ 60 ટકાનો ઘટાડો કર્યો છે. હવે તેમના કાફલામાં માત્ર ચાર વાહનો રહેશે, જેમાંથી બે ઇલેક્ટ્રિક વાહનો (EV) હશે. તેમણે જણાવ્યું કે સરકારના તમામ મંત્રીઓના વાહનોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને શક્ય હોય ત્યાં જાહેર પરિવહનનો ઉપયોગ વધારવામાં આવશે.

દર સોમવારે ‘મેટ્રો મન્ડે’ મનાવવાનો નિર્ણય

સરકાર દ્વારા પેટ્રોલ વપરાશની મર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જેમને અગાઉ 200 લિટર પેટ્રોલ મળતું હતું, તેમને હવે 160 લિટર મળશે, જ્યારે 250 લિટરની મર્યાદા ધરાવતા લોકોને હવે 200 લિટર પેટ્રોલ આપવામાં આવશે. દિલ્હી સરકારે દર સોમવારે ‘મેટ્રો મન્ડે’ મનાવવાનો નિર્ણય પણ લીધો છે. આ દિવસે અધિકારીઓ અને કર્મચારીઓને શક્ય તેટલું મેટ્રોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

સરકારી કચેરીઓના સમયપત્રકમાં પણ ફેરફાર

સરકારી કચેરીઓના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દિલ્હી સરકારની કચેરીઓ સવારે 10:30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે, જ્યારે દિલ્હી નગર નિગમની કચેરીઓ સવારે 8:30થી સાંજે 5:30 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આ પગલાંથી ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો થશે.

આ પણ વાંચો : Iran War: હાજી અલી જહાજ પર ડ્રોન હુમલા મામલે ભારત સરકાર લાલઘૂમ! જાણો શું કહ્યું?