android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi : 24 કલાકથી વધુ ફ્લાઇટ મોડી પડતાં મુસાફરોનો રોષ ભભૂક્યો, IGI એરપોર્ટ પર SpiceJet વિરુદ્ધ જોરદાર વિરોધ

calendar_todaySeptember 15, 2026

Delhi : 24 કલાકથી વધુ ફ્લાઇટ મોડી પડતાં મુસાફરોનો રોષ ભભૂક્યો, IGI એરપોર્ટ પર SpiceJet વિરુદ્ધ જોરદાર વિરોધ

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર SpiceJetની બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં 24 કલાકથી વધુનો વિલંબ થતાં મુસાફરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. દિલ્હીથી દુબઈ જતી ફ્લાઇટ SG 5111 અને SG 5105ના મુસાફરોએ એરપોર્ટ પર જોરદાર નારેબાજી કરી એરલાઇન્સ સામે વિરોધ નોંધાવ્યો હતો.

બે ફ્લાઇટના શેડ્યૂલમાં મોટો ફેરફાર

ફ્લાઇટ SG 5111ને 14 સપ્ટેમ્બરની સવારે 7:45 વાગ્યે ટેકઓફ કરવાનું હતું. જોકે, તેને રી-શેડ્યૂલ કરીને 15 સપ્ટેમ્બરની સવારે 9 વાગ્યે કરવામાં આવી હતી. તે જ રીતે, 14 સપ્ટેમ્બરની સાંજે 6:45 વાગ્યે ઉપડનારી ફ્લાઇટ SG 5105ને 15 સપ્ટેમ્બરની બપોરે 12:30 વાગ્યે રવાના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આટલા લાંબા વિલંબને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

એરપોર્ટ પર જ ફસાયા મુસાફરો

મળતી માહિતી મુજબ, બંને ફ્લાઇટના મુસાફરો 14 સપ્ટેમ્બરથી જ IGI એરપોર્ટના ટર્મિનલ પર અટવાયેલા હતા. 15 સપ્ટેમ્બરે પણ મુસાફરોનો વિરોધ ચાલુ રહ્યો હતો.

કોઈ સ્ટાફ સ્થળ પર હાજર નહોતો

મુસાફરોનો આક્ષેપ હતો કે પરિસ્થિતિ સંભાળવા માટે SpiceJetનો કોઈ સ્ટાફ સ્થળ પર હાજર નહોતો. મુસાફરોએ રહેવાની વ્યવસ્થા, યોગ્ય માહિતી અને સમયસર મદદની માંગ કરી હતી.

DIAL અને એરપોર્ટ સ્ટાફે કરી મદદ

મુસાફરોની મુશ્કેલી જોતા IGI એરપોર્ટ અને DIALના કર્મચારીઓએ આગળ આવી ખાવા-પીવાની વસ્તુઓ, પાણી અને આરામ કરવાની જગ્યા જેવી વ્યવસ્થા કરી હતી. સામે આવેલા વીડિયોમાં મુસાફરો એરપોર્ટ પર તેમના રોકાણની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરતા જોવા મળ્યા હતા.

SpiceJetએ આપી ટેક્નિકલ ખામીની સફાઈ

વિવાદ વધતા SpiceJetએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે દિલ્હીથી દુબઈ જતી બંને ફ્લાઇટ એક વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાતા ગ્રાઉન્ડેડ હોવાને કારણે મોડી પડી હતી. એરલાઇન્સે અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે. સાથે જ મુસાફરોને થયેલી અસુવિધા ઘટાડવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે.  


 આ પણ વાંચો    :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’