calendar_todaySeptember 6, 2026
Delhi Building Collapse: દિલ્હી બિલ્ડિંગ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ઈજાગ્રસ્તો માટે કરી પ્રાર્થના
Delhi Building Collapse: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાને “દુઃખદ” ગણાવી હતી.
પીએમઓએ X પર પોસ્ટ કરી
“દિલ્હીના સત્ય નિકેતનમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના દુઃખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના,” વડાપ્રધાન કાર્યાલયે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. PM મોદીએ કહ્યું કે ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમો અસરગ્રસ્ત લોકોને જરૂરી મદદ પહોંચાડી રહી છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે તેઓ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના “ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના” કરી રહ્યા છે.
3 લોકોનાં મોત, 40 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
રવિવારે બપોરે દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં છોકરાઓના PG હોસ્ટેલની એક બહુ-માળી ઈમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે આશરે 40 વિદ્યાર્થીઓ કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
11 લોકોને કાટમાળમાંથી બચાવાયા
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે 11 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રેખા ગુપ્તા ઘાયલોની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે અને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે. તેમણે કહ્યું કે, આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: દિલ્હી ઈમારત દુર્ઘટનાથી હાહાકાર, CM રેખા ગુપ્તાએ કહ્યું, "જવાબદારોને બક્ષવામાં નહીં આવે"