android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi Terrorist Attcak Alert : દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા, લાલ કિલ્લો, ચાંદની ચોક ટાર્ગેટ પર !

calendar_todayFebruary 21, 2026

Delhi Terrorist Attcak Alert : દિલ્હીમાં આતંકી હુમલાની આશંકા, લાલ કિલ્લો, ચાંદની ચોક ટાર્ગેટ પર !

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આતંકવાદી હુમલાની યોજના હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ગુપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) રાજધાનીમાં IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) નો ઉપયોગ કરીને મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવે તેવી શક્યતા છે.

દિલ્હીના કયા સ્થળો ટાર્ગેટ પર ? 

માહિતી અનુસાર, લાલ કિલ્લો અને ચાંદની ચોક સહિત જૂની દિલ્હીના સંવેદનશીલ વિસ્તારો સંભવિત નિશાન હોઈ શકે છે. મંદિરોને પણ ટાર્ગેટ કરાઇ શકે છે તેવી માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સ્થળોએ દરરોજ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, તેથી વહીવટીતંત્ર કડક પગલાં લઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ષડયંત્ર 6 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પછી ઘડવામાં આવ્યું હોઈ શકે છે. આ ઘટના બાદ આતંકવાદી સંગઠન ભારતમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યું હોવાની આશંકા છે.

સુરક્ષા એજન્સી એલર્ટ 

ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા દળોને એલર્ટ કર્યા છે.ત્યારબાદ રાજધાનીના મુખ્ય બજારો, ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક સ્થળોએ સુરક્ષા કડક કરવામાં આવી છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે, અને સીસીટીવી દેખરેખ પણ મજબૂત બનાવવામાં આવી છે.

ભીડ વાળા વિસ્તારોમાં ચાંપતી નજર

ભીડભાડવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે, બેગ, વાહનો અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને પણ સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. ઇનપુટને ગંભીરતાથી લેતા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને અફવાઓથી દૂર રહેવા, પરંતુ સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ વહીવટીતંત્રને કરવા વિનંતી કરવામાં આવી છે.