calendar_todayJanuary 22, 2026
Devbhumi Dwarka : સલાયામાં 400થી વધુ માછીમારો હડતાળ પર, સરકાર નિયમોમાં ફેરફાર કરે તેવી માછીમારોની માગ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના સલાયા બંદરે 400થી વધુ માછીમારો હડતાળ પર ઉતર્યા છે. માછીમારોનો આરોપ છે કે ફિશરીઝ વિભાગના અંદાજે 35 જેટલા નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી, જેના કારણે તેઓ પર અનાવશ્યક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા સીધી કાર્યવાહી કરવામાં આવે છે
માછીમારોનું કહેવું છે કે બોટ માલિકો દ્વારા કેટલાક નિયમોનું પાલન ન થવાથી પોલીસ દ્વારા સીધી કાર્યવાહી કરવામાં આવે છે, જેનાથી સાચા સાગર ખેડુને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે માછીમારોએ તંત્ર સામે કડક વિરોધ નોંધાવ્યો છે.
હડતાળને વધુ ઉગ્ર બનાવવામાં આવશે
માછીમારો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર દ્વારા નિયમોમાં યોગ્ય ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હડતાળને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હડતાળને પગલે સલાયા બંદર વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિ ઠપ્પ રહી છે અને સ્થાનિક અર્થતંત્ર પર પણ તેની અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો---- Ahmedabad News : બોડકદેવ દંપતી મોત કેસમાં ACP નો ખુલાસો, જાણો કેવી રીતે બની સમગ્ર ઘટના...