calendar_todayJanuary 20, 2026
Dhandhuka: સાળંગપુરથી પરત ફરતા પરિવારની કાર પલટી, 1 મહિલા સહિત 3 વ્યક્તિનો બચાવ
ધંધૂકા તાલુકામાં મંગળવારે બે અલગ અલગ સ્થળે કાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટના ધંધૂકા-રાયકા રોડ ઉપર ઓનેસ્ટ હોટલ પાસે બની હતી. મળતી માહિતી મુજબ સાળંગપુરથી દર્શન કરીને ડીસા પરત ફરી રહેલી કારનું ટાયર અચાનક ફાટતા કાર રોડ સાઈડ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ધંધૂકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ધંધૂકા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
જ્યારે અકસ્માતની બીજી ઘટના ધંધૂકા-લીંબડી રોડ ઉપર CNG પંપ નજીક બની હતી. જ્યાં કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારચાલકને સામાન્ય ઇજા પહોંચતા તાત્કાલિક ધંધુકા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તને ધંધુકા RMS હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત તરીકે ભાવેશભાઈ ભુપતભાઈ પોરાણીયા હોવાનું જાણવા મળ્યું છે. બન્ને ઘટનાઓને પગલે થોડો સમય રસ્તા પર વાહનવ્યવહારને અવરજવર પર અસર જોવા મળી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો