android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dhandhuka: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ વિહંગોનો જમાવડો

calendar_todayFebruary 11, 2026

Dhandhuka: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ વિહંગોનો જમાવડો

અમદાવાદ શહેર નજીક આવેલ વિશ્વપ્રસિદ્ધ રામસર સાઇટ નળ સરોવર બર્ડ સેન્ચુરી ખાતે પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026 સફ્ળતાપૂર્વક પૂર્ણ થયો છે. વન વિભાગ દ્વારા દર બે વર્ષે યોજાતા આ વ્યાપક સર્વે દરમિયાન આ વર્ષે કુલ અંદાજે 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ, જે 270 જેટલી વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.

વન વિભાગે સમગ્ર અભયારણ્યને 50 સર્વે ઝોનમાં વિભાજિત કરી દરેક ઝોન માટે સમર્પિત ટીમોની નિમણૂક કરી હતી. સવાર અને સાંજ એમ બે તબક્કામાં ગણતરી હાથ ધરાઈ. માહિતીની ચોકસાઈ જળવાય તે માટે અનુભવી નિરીક્ષકોની દેખરેખ હેઠળ ડેટાની ચકાસણી કરી, નકલ દૂર કર્યા બાદ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો