calendar_todayApril 9, 2026
Dhandhuka: ધંધૂકા APMCમાં MSP હેઠળ ચણાની ખરીદીનો પ્રારંભ કરાયો
અમદાવાદ જિલ્લાના ધંધૂકા APMC ખાતે ગુરુવારે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. MSP હેઠળ 20 કિલો દીઠ 1175 નો ભાવ નક્કી કરવામાં આવતા ધંધુકા તથા ધોલેરા વિસ્તારના ખેડૂતોમાં આનંદ અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે. ખાસ કરીને જે ખેડૂતો દ્વારા પૂર્વે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, તેઓને આ યોજનાનો સીધો લાભ મળતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. યોગ્ય ભાવ મળવાથી ખેડૂતોને તેમના મહેનતના પાકનું ન્યાયસંગત મૂલ્ય મળી રહ્યું છે. ઉઘ્દાટન પ્રસંગે ચેરમેન ચેતનસિંહ ચાવડા, વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચૂડાસમા, APMCના ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ખેડૂત હિતને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની આ મહત્વપૂર્ણ પહેલથી ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી મળશે તેમજ કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક અસર જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો