android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dholera: ધોલેરા પંથકમાં ખળામાં રહેલો પાક પાણીમાં ધોવાયો

calendar_todayMarch 21, 2026

Dholera: ધોલેરા પંથકમાં ખળામાં રહેલો પાક પાણીમાં ધોવાયો

અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગુરુવારે વહેલી સવારે તેમજ સાંજના સુમારે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. ધંધૂકા, ધોલેરા, બાવળા, ધોળકા, સાણંદ, વિરમગામ, માંડલ, દેત્રોજ અને દસ્ક્રોઈ તાલુકાઓમાં પ્રચંડ પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. જેના પગલે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ગુરુવારે બપોર બાદ આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા હતા અને થોડા જ સમયમાં જોરદાર પવન સાથે વાવાઝોડું આવ્યું હતું. પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે અનેક સ્થળોએ ઝાડો ઉખડી પડયા, વીજ લાઈનોને નુકસાન થયું અને કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. રસ્તાઓ પર ધૂળના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. જેના કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી હતી. વાવાઝોડા બાદ તરત જ ધીમીથી મધ્યમ ગતિએ વરસાદ વરસવાનું શરૂ થયું હતું. કેટલાક વિસ્તારોમાં છાંટા જ્યારે કેટલાક સ્થળોએ સારું વરસાત નોંધાયો હતો. આ વરસાદથી ગરમીમાં રાહત મળી હતી, પરંતુ વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને લોકોમાં ચિંતા પણ જોવા મળી હતી. ખેડૂતો માટે આ પરિસ્થિતિ મિશ્રા અસરકારક બની છે. એક તરફ્ પાકને ભેજ મળતા લાભ થયો છે, તો બીજી તરફ્ જોરદાર પવનના કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ પણ ઊભી થઈ છે. ખાસ કરીને ખુલ્લા ખેતરોમાં રહેલા પાક પર વાવાઝોડા સાથેના કમોસમી વરસાદની માઠી અસર વધુ જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam