android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dholera: ધોલેરા ઘરફેડનો ભેદ ઉકેલી LCBએ બે તસ્કરોને દબોચ્યા

calendar_todayMarch 21, 2026

Dholera: ધોલેરા ઘરફેડનો ભેદ ઉકેલી LCBએ બે તસ્કરોને દબોચ્યા

ધોલેરા પંથકના હેબતપુર ગામમાં બનેલી ઘરફેડ ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી, જેમાં બે શાતિર ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે જગદીશકુમાર ગોરખા અને પ્રકાશ પાલ નામના આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે ભલાભાઈ દેવીપૂજકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ આદરી છે. પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થયેલી અનેક ઘરફેડ ચોરીના ગુનાઓમાં પોતાની સંડોવણી સ્વીકારી હોવાનું જાણવા મળ્યું છે. એલસીબી દ્વારા આરોપીઓ પાસેથી કુલ 2.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, તેમજ અન્ય ચોરીના માલ સહિત કુલ અંદાજે 7.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam