android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dhorajiમાં ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતા ચીસાચીસ, 20 થી વધુ મુસાફરો લોહીલુહાણ, સ્થાનિકોએ કર્યું રેસ્કયૂ

calendar_todayMarch 27, 2026

Dhorajiમાં ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતા ચીસાચીસ, 20 થી વધુ મુસાફરો લોહીલુહાણ, સ્થાનિકોએ કર્યું રેસ્કયૂ

રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ પેટ્રોલ પંપ નજીક અચાનક ચાલકે કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી જતાં મુસાફરોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર અંદાજે 20 થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

સ્થાનિકોએ જીવના જોખમે કર્યું રેસ્કયૂ

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને પેટ્રોલ પંપના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બસ ઊંધી વળી ગઈ હોવાથી અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ તાત્કાલિક રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. અને મુસાફરોને એકપછી એક સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

સરકારી હોસ્પિટલમાં સારવાર

તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક 108 અને ખાનગી વાહનો મારફતે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, બસ પલટી જવાનું કારણ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવવો હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો---     Delhi : લોકડાઉન નહીં, આપણે ટીમ ઈન્ડિયાની જેમ કામ કરવું પડશે, રાજ્યોના CM સાથેની બેઠકમાં પીએમ મોદીની હાકલ