android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dhoraji: ઝાંઝમેર ગામે SOGના દરોડા, શંકાસ્પદ દૂધનો 400 લિટર જથ્થો ઝડપાયો

calendar_todayApril 18, 2026

Dhoraji: ઝાંઝમેર ગામે SOGના દરોડા, શંકાસ્પદ દૂધનો 400 લિટર જથ્થો ઝડપાયો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે એસ.ઓ.જી. (SOG) રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શંકાસ્પદ દૂધના જથ્થા પર દરોડો પાડવામાં આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી દૂધમાં ભેળસેળ કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

શંકાસ્પદ દૂધના જથ્થા પર દરોડો 

એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય પોલીસ શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઝાંઝમેર ગામે આવેલી 'દ્વારકાધીશ દૂધ ડેરી'માં દૂધની માત્રા (Quantity) અને ફેટ વધારવા માટે હાનિકારક પદાર્થોની ભેળસેળ કરીને નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ પાડી હતી.

400 લિટર જથ્થો અને સેમ્પલિંગ

પોલીસના દરોડા દરમિયાન ડેરીમાંથી આશરે 400 લિટર જેટલો શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દૂધનો જથ્થો કબજે કરી, તેના સેમ્પલ મેળવીને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આ દૂધમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હતી તેની વિગતો સ્પષ્ટ થશે.

આ પણ વાંચો:Ahmedabad: ચાંદલોડિયામાંથી દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સ ઝડપાયો, સોલા પોલીસે હથિયાર જપ્ત કરી હાથ ધરી તપાસ