calendar_todaySeptember 27, 2026
Dwarka: દ્વારકામાં ભાવિકોએ ભગવાનના દર્શન કરી ગોમતી સ્નાન કર્યું
દ્વારકામાં ભાદરવી પૂનમે હજારો ભાવિકો ઉમટી પડયા હતા અને જગતમંદિરમાં ભગવાન શ્રીદ્વારકાધિશના દર્શન કર્યા હતા. અનેક ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પૂણ્યનું ભાથું બાંધ્યું હતું અને જગતમંદિરના સ્વર્ગ દ્વારે ભાવિકોની હકડેઠઠ ભીડ .મટી પડી હતી. હકડેઠઠ ભીડ સાથેની લાંબી કતારો છપ્પન સીડીથી સુદામા સેતુ સુધી જોવા મળી હતી. ભાદરવા મહિનાની પૂર્ણિમા સાથે શ્રાધ્ધપક્ષની શરૂઆત થતા દ્વારકામાં વહેલી સવારથી જ ભાવિકોનો મોટો સમુદાય આવી પહોચેલ અને ગોમતી સ્નાન કરી છપ્પનસીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પહોચી કાળિયા ઠાકોરને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો