calendar_todayMay 18, 2026
સચિન તેંડુલકર ગુજરાતની મુલાકાતે, DYCM હર્ષ સંઘવી સાથે કરી મુલાકાત
ક્રિકેટ જગતના મહાનતમ ખેલાડી અને 'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકર હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સચિન તેંડુલકર 19 મેના રોજ ગુજરાતમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમની આ મુલાકાત દરમિયાન ગુજરાતના DYCM હર્ષ સંઘવીએ સચિન તેંડુલકર સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સચિન તેંડુલકર સાથેની તસવીરો શેર કરીને એક અત્યંત ભાવુક અને આદરપૂર્વકની પોસ્ટ મૂકી છે, જે હાલ ભારે વાયરલ થઈ રહી છે.
‘કેટલાક લોકો રેકોર્ડ બનાવે, કેટલાક ઇતિહાસ બનાવે’
DYCM હર્ષ સંઘવીએ સચિન તેંડુલકર સાથેની મુલાકાતનો આનંદ વ્યક્ત કરતા પોતાની પોસ્ટમાં લખ્યું કે, કેટલાક લોકો રેકોર્ડ બનાવે છે, કેટલાક ઇતિહાસ બનાવે છે, પરંતુ સચિન તેંડુલકરે આખી પેઢી માટે લાગણીઓ રચી છે. તેમણે આગળ ઉમેર્યું કે, આજે ક્રિકેટના ભગવાન (God of Cricket) સાથે મુલાકાત કરી. હર્ષ સંઘવીની આ પોસ્ટને રમતગમતના ચાહકો અને નેટીઝન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને લોકો તેના પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ખાનગી કાર્યક્રમમાં આપશે હાજરી
મળતી માહિતી મુજબ, સચિન તેંડુલકર ગુજરાતમાં કોઈ ચોક્કસ વ્યક્તિગત અથવા વ્યાવસાયિક બ્રાન્ડના ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ સચિન તેંડુલકરની લોકપ્રિયતા ભારતમાં આજે પણ અકબંધ છે. તેમની ગુજરાત મુલાકાતને પગલે તેમના સ્થાનિક ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, સુરક્ષા અને ખાનગી કાર્યક્રમ હોવાને કારણે તેમની મુલાકાતની અન્ય વિગતો ગુપ્ત રાખવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabadના નિકોલમાં રૂ.1.66 કરોડના દાગીનાની ચોરી કરનાર મહિલા દિલ્હીથી ઝડપાઈ