android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ecuadorની સાથે ભારત મોટી ડિલ કરવાની તૈયારીમાં, વિદેશી સામાન થશે સસ્તા

calendar_todayMay 2, 2026

Ecuadorની સાથે ભારત મોટી ડિલ કરવાની તૈયારીમાં, વિદેશી સામાન થશે સસ્તા

ભારત અને ઈક્વાડોર વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. બંને દેશો પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ (PTA)ને અંતિમ સ્વરૂપ આપવા તરફ આગળ વધી રહ્યા છે, જેથી વેપારને વધુ સરળ અને લાભદાયી બનાવવામાં આવશે.

બેઠકમાં દ્વિપક્ષીય સહકાર વધારવા પર ખાસ ભાર

વિદેશ મંત્રાલય (MEA) મુજબ વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઈક્વાડોરની વિદેશ મંત્રી ગેબ્રિએલા સોમરફેલ્ડ રોસેરો વચ્ચે થયેલી બેઠકમાં દ્વિપક્ષીય સહકાર વધારવા પર ખાસ ભાર મૂકાયો હતો. આ મુલાકાત દરમિયાન આરોગ્ય સેવા, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ, ડિજિટલ ટેકનોલોજી, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે સહમતિ વ્યક્ત કરવામાં આવી.

મહત્વપૂર્ણ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા

આ મુલાકાત દરમિયાન ઈક્વાડોરે આંતરરાષ્ટ્રીય સોલાર અલાયન્સ (ISA) અને ઈન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ (IBCA)માં જોડાવાનો નિર્ણય પણ ભારતને સત્તાવાર રીતે જણાવ્યો. બંને દેશોએ “ક્વિક ઈમ્પેક્ટ પ્રોજેક્ટ્સ” માટે એક મહત્વપૂર્ણ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ ભારત આગામી પાંચ વર્ષમાં ઈક્વાડોરને 12 કરોડ રૂપિયા સુધીની સહાય આપશે.

આરોગ્ય ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત બનાવશે

આ ઉપરાંત ઈક્વાડોરે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોને માન્યતા આપવાના મુદ્દે પણ ચર્ચા કરી છે, જે આરોગ્ય ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત બનાવશે. વેપાર અને રોકાણ વધારવા માટે ખાસ કરીને દવાઓ, તાંબું અને સોનાના સપ્લાય ચેઇન ક્ષેત્રમાં ભાગીદારી વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સમગ્ર વિકાસને કારણે ભારત-ઈક્વાડોર સંબંધોમાં નવી ગતિ આવી હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : Emergency Alerts : દુનિયાનું સૌથી પાવરફુલ ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ કોની પાસે? જાણો