android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
EPFO New Rule: મે મહિનામાં મોટો ફેરફાર, UPIથી કાઢી શકશો  PFના પૈસા

calendar_todayApril 24, 2026

EPFO New Rule: મે મહિનામાં મોટો ફેરફાર, UPIથી કાઢી શકશો PFના પૈસા

હવે PF કાઢવાનો પ્રોસેસ ખૂબ જ સરળ બનશે. સમાચાર મુજબ મે મહિનાના અંત સુધી UPI દ્વારા તરત PF ઉપાડવાની સેવા શરૂ થઈ શકે છે. EPFOના નવા ડિજિટલ સિસ્ટમ CITES 2.0 હેઠળ આ બદલાવ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને મેના અંત સુધી UPIથી પૈસા ઉપાડવાની મંજૂરી મળી શકે છે. હાલ પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓને PF કાઢવામાં ઘણી મુશ્કેલી પડે છે અને ઘણી વખત ક્લેમ રિજેક્ટ પણ થાય છે, પરંતુ નવા સિસ્ટમથી આ પ્રક્રિયા ઝડપી બનશે.

 UPIથી PF ઉપાડવાની એક મર્યાદા રહેશે

EPFOના સભ્યો હવે પોતાના UAN દ્વારા લોગિન કરી, OTP વેરિફિકેશન પૂર્ણ કરીને સીધા UPI મારફતે પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં તરત ટ્રાન્સફર કરી શકશે. આથી લાંબો ઇંતજાર અને કાગળની પ્રક્રિયા બંનેથી રાહત મળશે. જોકે, UPIથી PF ઉપાડવાની એક મર્યાદા રહેશે.

કર્મચારી પોતાનું સંપૂર્ણ PF એક સાથે ઉપાડી શકશે નહીં.

નવા નિયમ મુજબ, કર્મચારી પોતાનું સંપૂર્ણ PF એક સાથે ઉપાડી શકશે નહીં. કુલ બેલેન્સમાંથી વધુમાં વધુ 75% રકમ જ ઉપાડી શકાય છે અને ઓછામાં ઓછું 25% ખાતામાં રાખવું ફરજિયાત રહેશે, જેથી રિટાયરમેન્ટ માટે થોડી બચત રહે.

નવું સિસ્ટમ શરૂ થયા પછી યુઝર્સ EPFO પોર્ટલ અથવા એપ પર લોગિન કરશે. ત્યાં તેમને કુલ બેલેન્સ અને ઉપાડવાની રકમ વિશે માહિતી મળશે. પછી તેઓ પોતાની જરૂર મુજબ રકમ દાખલ કરશે અને પોતાની UPI ID ઉમેરશે. વેરિફિકેશન બાદ પૈસા સીધા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

સરકાર આ નિયમ એટલા માટે લાવી રહી છે કે કર્મચારીઓ પોતાનો આખો PF વહેલો ખર્ચી ન નાખે અને ભવિષ્ય માટે બચત રાખી શકે. સાથે જ ઈમર્જન્સી સમયે લાંબી પ્રક્રિયા વિના તરત પૈસા મળી શકે.

UPI સાથે સરકાર EPF Scheme 2026, EPS 2026 અને EDLI Scheme 2026 જેવી નવી યોજનાઓ લાવવાની પણ તૈયારીમાં છે, જેના કારણે PF, પેન્શન અને ઈન્સ્યોરન્સ સિસ્ટમ વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો: Saptank Yog: શુક્ર-શનિનો સપ્તાંશ યોગ વધારશે 3 રાશિનુ બેંક બેલેન્સ, કિસ્મતની ગાડી દોડશે