android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Epstein Files મામલે MEAની પ્રતિક્રિયા, કહ્યું 'તમામ માહિતી પાયાવિહોણી'

calendar_todayJanuary 31, 2026

Epstein Files મામલે MEAની પ્રતિક્રિયા, કહ્યું 'તમામ માહિતી પાયાવિહોણી'

એપસ્ટીન ફાઈલ્સમાં વડાપ્રધાન મોદીના ઈઝરાયલ મુલાકાતનો ઉલ્લેખ થતાં દેશભરમાં હોબાળો મચી ગયો છે. કોંગ્રેસે આ મુદ્દા પર હુમલો કર્યો છે. ત્યારે વિદેશ મંત્રાલયે એપસ્ટીન ફાઈલ્સમાં વડાપ્રધાનની ઈઝરાયલ મુલાકાતની વાતને નકારી કાઢી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ 2017માં ઈઝરાયલની મુલાકાત લીધી હતી. એપસ્ટીન મેઈલ્સમાં આ મુલાકાતનો ઉલ્લેખ સંપૂર્ણપણે પાયાવિહોણો અને બકવાસ છે.



1,80,000 ફોટોગ્રાફ્સ બહાર પાડવામાં આવ્યા

આ દરમિયાન ટ્રમ્પ એપસ્ટીન ફાઈલોની જાળમાં ફસાઈ ગયા છે. આ તેમની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું હોય તેવું લાગે છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એપસ્ટીન ફાઈલોનો એક નવી બેચ બહાર પડી છે, જેમાં એપસ્ટીન કેસ સંબંધિત 30 લાખ પેજના દસ્તાવેજો છે. વધુમાં 2,000થી વધુ વીડિયો અને 1,80,000 ફોટોગ્રાફ્સ બહાર પાડવામાં આવ્યા છે. બહાર પાડવામાં આવેલા દસ્તાવેજોમાં કોર્ટ રેકોર્ડ, તપાસ અહેવાલો અને ફ્લાઈટ લોગનો સમાવેશ થાય છે.

નવા દસ્તાવેજોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ પણ સામેલ

નવા જાહેર થયેલા દસ્તાવેજોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત અનેક પ્રભાવશાળી વ્યક્તિઓના નામ પણ છે. અમેરિકન ઉદ્યોગપતિ બિલ ગેટ્સ અને એલોન મસ્કનો પણ ઉલ્લેખ છે. બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુનો પણ ઉલ્લેખ છે. એવો દાવો કરવામાં આવે છે કે રશિયન મહિલાઓ સાથેના અફેર બાદ બિલ ગેટ્સ બીમાર પડી ગયા હતા. આ ફાઈલોમાં એલોન મસ્ક અને એપસ્ટીન વચ્ચેના ઈમેઈલ એક્સચેન્જ વિશે પણ માહિતી છે.

એપસ્ટીને મસ્કને ઘણી વખત આમંત્રણ આપ્યું

એપસ્ટીન મસ્કને ઘણી વખત તેમના ખાનગી ટાપુ પર આમંત્રણ આપ્યું હતું, પરંતુ સૌથી વધુ ચર્ચિત વ્યક્તિ ટ્રમ્પ છે, જેનો ઉલ્લેખ આ એપસ્ટીન ફાઈલ્સમાં પણ છે. આ ફાઇલોમાં ટ્રમ્પ સામેના જાતીય હુમલાના આરોપોની વિગતો છે અને તેમાં અનેક વ્યક્તિઓના જુબાનીનો સમાવેશ થાય છે. એક સાક્ષીના જણાવ્યા મુજબ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર એપસ્ટીનના પામ બીચ ઘર અને ખાનગી ક્લબની મુલાકાત લેતા હતા. વધુમાં ફોટોગ્રાફ્સ અને જૂના મેસેજ મળી આવ્યા છે જે ટ્રમ્પ અને એપસ્ટીન વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો દર્શાવે છે.

આ પણ વાંચો : Maharashtra : DyCM સુનેત્રા પવારને કયા વિભાગોની મળી કમાન? વાંચો આ અહેવાલ