android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Excise Duty Petrol Diesel: પેટ્રોલ અને ડીઝલ પર સરકારનો મોટો નિર્ણય, ઘટાડી એક્સાઇઝ ડ્યૂટી

calendar_todayMarch 27, 2026

Excise Duty Petrol Diesel: પેટ્રોલ અને ડીઝલ પર સરકારનો મોટો નિર્ણય, ઘટાડી એક્સાઇઝ ડ્યૂટી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સરકારે પેટ્રોલ અને ડીઝલ અંગે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 પ્રતિ લિટર કરવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹10 પ્રતિ લિટરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે, સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના પરિણામે, આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

પેટ્રોલ ડીઝલના ભાવમાં થઇ શકે ઘટાડો 

ગુરુવારે જાહેર કરાયેલા સરકારી આદેશ અનુસાર, પેટ્રોલ પર લાગુ થતી વધારાની એક્સાઇઝ ડ્યુટી અગાઉના ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 પ્રતિ લિટર કરવામાં આવી છે. તેવી જ રીતે, ડીઝલ પર લાગુ થતી એક્સાઇઝ ડ્યુટી અગાઉના ₹10 પ્રતિ લિટરથી ઘટાડીને ₹0 કરવામાં આવી છે. તેલ કંપનીઓ પર વધતા દબાણને લઇને સરકારે આ નિર્ણય લીધો છે.