android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Exercise Vayushakti 2026 : 77 ફાઈટર જેટ, 43 હેલિકોપ્ટર, 12,000 કિલો વિસ્ફોટક દ્વારા પોખરણમાં વાયુસેના બતાવશે એક્શન, પાકિસ્તાનની ધરતી ધ્રુજશે

calendar_todayFebruary 11, 2026

Exercise Vayushakti 2026 : 77 ફાઈટર જેટ, 43 હેલિકોપ્ટર, 12,000 કિલો વિસ્ફોટક દ્વારા પોખરણમાં વાયુસેના બતાવશે એક્શન, પાકિસ્તાનની ધરતી ધ્રુજશે

ભારતીય વાયુસેનાની સૌથી મોટી ફાયરપાવર ડેમોસ્ટ્રેશન એક્સરસાઈઝ 'વાયુ શક્તિ 2026' આગામી 27 ફેબ્રુઆરીએ રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જમાં યોજાવવાની છે. આ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ મેગા એક્સરસાઈઝ હશે, જેમાં દિવસે, સાંજે અને રાત્રે ઓપરેશન્સમાં વાયુસેના પોતાના સટીક હુમલાની તાકાત બતાવશે.

'વાયુ શક્તિ 2026' વાયુસેનાનું ફાયરપાવર ડેમોસ્ટ્રેશન

લગભગ 2.5 કલાકના આ શોમાં 277થી વધારે હથિયારોથી 12,000 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ થશે. આ ડેમો આતંકવાદની વિરૂદ્ધ ઝીરો ટોલરન્સ અને વાયુસેનાની તૈયારીઓને મજબૂત સંદેશ આપશે. વાયુ શક્તિ વાયુસેનાનું ફાયરપાવર ડેમોસ્ટ્રેશન છે. જેમાં ફાઈટર વિમાન, હેલિકોપ્ટર અને મિસાઈલ સિસ્ટમ પોતાની તાકાત બતાવશે. આ એક્સરસાઈઝ પોખરણ રેન્જમાં હશે, જે પાકિસ્તાન બોર્ડરની નજીક જેસલમેરમાં છે.

એક્સરસાઈઝમાં કૂલ 77 ફાઈટર જેટનો ઉપયોગ કરાશે

વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલે જણાવ્યું કે આ એક્સરસાઈઝ ભવિષ્યના યુદ્ધ જીતવાની ક્ષમતા, ડિટરેન્સ અને લાંબા અંતરના ટાર્ગેટમાં વાયુસેનાની શ્રેષ્ઠતા બતાવશે. આ એક્સરસાઈઝમાં રાફેલ, Su-30 MKI, તેજસ, પ્રચંડ, મિરાજ 2000, મિગ-29, જગુઆરનો ઉપયોગ કરાશે. એક્સરસાઈઝમાં કૂલ 77 ફાઈટર, 43 હેલીકોપ્ટર, 8 ટ્રાન્સપોર્ટ વિમાન, 277 હથિયાર અને વિસ્ફોટકનો ઉપયોગ કરાશે.

આ ઓપરેશન સિંદૂર બાદ મેગા એક્સરસાઈઝ છે. જેમાં વાયુસેનાએ આતંકી ઠેકાણાઓ પર સટીક હુમલા કર્યા હતા. એર માર્શલે કહ્યું કે રાફેલ ઓપરેશન સિંદૂરનો હીરો છે અને હવે મલ્ટી રોલ ફાઈટરની ઈંડક્શન પર વિચાર ચાલી રહ્યો છે. સ્વદેશી અને સ્માર્ટ હથિયારો પર ખાસ ફોક્સ હશે. સાઉથ-વેસ્ટર્ન એર કમાન્ડ લીડ કરી રહ્યું છે. વિમાન જેસલમેર, ફ્લોદી, ઉત્તરલાઈ, જોધપુર, વડોદરા અને હિંડનથી આવશે. આર્મી પણ ઈન્ટીગ્રેટેડ ઓપરેશન્સમાં સામેલ હશે.    

આ પણ વાંચો : Loksabhaમાં નાણામંત્રી Nirmala Sitharamanનો જવાબ, આ બજેટથી MSMEને થશે ફાયદો