android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Fact Check : શું આસિસ્ટન્ટ લોકો પાયલોટે સમોસા લેવા માટે ચાલુ ટ્રેન ઉભી રાખી? વાયરલ વીડિયો અંગે પશ્ચિમ રેલવેએ કર્યો ખુલાસો

calendar_todayJuly 8, 2026

Fact Check : શું આસિસ્ટન્ટ લોકો પાયલોટે સમોસા લેવા માટે ચાલુ ટ્રેન ઉભી રાખી? વાયરલ વીડિયો અંગે પશ્ચિમ રેલવેએ કર્યો ખુલાસો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો અંગે પશ્ચિમ રેલવેએ મહત્વની સ્પષ્ટતા આપી છે. વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક આસિસ્ટન્ટ લોકો પાયલોટે જમવાનું ખરીદવા માટે ટ્રેન રોકી હતી. જોકે, પશ્ચિમ રેલવેએ આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે.

શું ટ્રેનને નિયમ મુજબ રોકવામાં આવી?

રેલવેના જણાવ્યા અનુસાર, સંબંધિત ટ્રેનને રાવુ હોમ સિગ્નલ પાસે પહેલેથી જ રોકવામાં આવી હતી. રાવુ યાર્ડમાં નિર્ધારિત એન્જિનિયરિંગ અને જાળવણીનું કામ ચાલી રહ્યું હોવાથી ટ્રેનને નિયમ મુજબ રોકવામાં આવી હતી. આ દરમિયાન આસિસ્ટન્ટ લોકો પાયલોટ જમવાનું ખરીદતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો.

==" target="_blank">જુઓ વીડિયો

સમગ્ર માહિતી તથ્યવિહીન 

પશ્ચિમ રેલવેએ વધુમાં જણાવ્યું કે વાયરલ વીડિયોને પેસેન્જર DEMU ટ્રેન સાથે જોડવામાં આવ્યો હતો, જ્યારે હકીકતમાં આ ઘટના એક માલગાડી સાથે સંબંધિત હતી. એટલે કે, વીડિયો સાથે કરવામાં આવેલા દાવામાં દર્શાવાયેલી માહિતી તથ્યવિહીન છે. રેલવે તંત્રએ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ વીડિયો અથવા માહિતી શેર કરતા પહેલાં તેની સત્યતા અને અધિકૃત માહિતીની ખાતરી કરી લેવી જોઈએ. અફવા અને ભ્રામક માહિતીના પ્રસારથી લોકોમાં ગેરસમજ ફેલાઈ શકે છે.

પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે ટ્રેન સંચાલન દરમિયાન સુરક્ષા અને નિયમોનું કડક પાલન કરવામાં આવે છે. કોઈપણ ટ્રેનને વ્યક્તિગત કારણોસર રોકવાની મંજૂરી આપવામાં આવતી નથી. તેથી સોશિયલ મીડિયા પર ફરતા આવા ભ્રામક દાવાઓથી સાવચેત રહેવાની અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Pinaka Rocket Test: ભારતીય સેનાની તાકાતમાં વધારો, DRDOએ પિનાકા લોંગ રેન્જ રોકેટનું કર્યું સફળ પરીક્ષણ