calendar_todayJanuary 19, 2026
Fact Check : શું 500 રૂપિયાની નોટ થઈ રહી છે બંધ? સરકારે કરી સ્પષ્ટતા
શું દેશની બેન્કિંગ રેગુલેટર ભારતીય રિઝર્વ બેન્ક, સરકાર સાથે મળીને ફરી એકવાર નોટબંધી લાગુ કરવા જઈ રહી છે? શું સરકાર અને RBI લગભગ એક દાયકા પછી સંયુક્ત રીતે નોટબંધી 2.0 માટે તૈયારી કરી રહ્યા છે? શું 500 રૂપિયાની નોટો દેશમાંથી ગાયબ થવાની છે? શું 500 રૂપિયાની નોટો દેશમાંથી સંપૂર્ણપણે ગાયબ થવા જઈ રહી છે? આ એવા પ્રશ્નો છે જે સોશિયલ મીડિયા પર ફરતા થયા છે અને સામાન્ય લોકોને પરેશાન કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી 500 રૂપિયાની નોટો બંધ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.
શું કહ્યું સરકારે?
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દેશની કરન્સી સિસ્ટમમાં 100 રૂપિયાની નોટને સૌથી મોટી ચલણ તરીકે જાળવી રાખશે. સોશિયલ મીડિયા પર આ અફવાઓ સામે આવ્યા બાદથી સામાન્ય લોકોને 10 વર્ષ પહેલાની નોટબંધી અને તે દરમિયાન તેમણે ભોગવેલી મુશ્કેલીઓ યાદ આવવા લાગી છે. હવે, સરકારે આ સમાચાર પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ચાલો તમને જણાવીએ કે 500 રૂપિયાની નોટ બંધ કરવા અંગે સરકારે શું કહ્યું છે.
PIBના ફેક્ટ ચેકમાં સત્ય સામે આવ્યું
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ફેક્ટ ચેક યુનિટે સોશિયલ મીડિયા પર ફરતા દાવાઓને નકારી કાઢ્યા છે કે કેન્દ્ર સરકાર 500 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકવાની યોજના બનાવી રહી છે. PIB ફેક્ટ ચેકે આ માહિતીને 'ફેક' ગણાવી છે. X પરની એક પોસ્ટમાં PIB ફેક્ટ ચેકે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારત સરકાર 500 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મુકવાની યોજના બનાવી રહી છે. આ દાવો ફેક છે. PIB એ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ફેક્ટ ચેક યુનિટે ભ્રામક સોશિયલ મીડિયા પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
PIBએ ચેતવણી આપવામાં આવી
PIBએ જનતાને સરકારી નીતિઓ અને નિર્ણયો સંબંધિત સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવા વિનંતી કરી. X પરની તેની પોસ્ટમાં PIB ફેક્ટ ચેકે જણાવ્યું હતું કે નાણાકીય નીતિઓ અને નિર્ણયો સંબંધિત અધિકૃત માહિતી માટે ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખો. પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરોનું ફેક્ટ ચેક યુનિટ નિયમિતપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાયેલી ખોટી માહિતીનો પર્દાફાશ કરે છે, જે ઘણીવાર સરકારની છબી ખરાબ કરવાના દુષ્ટ ઇરાદાથી ફેલાવવામાં આવે છે.
આ પણ વાંચો: Petrol Diesel Price Today: સોમવારે કેટલા બદલાયા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો આજનો લેેટેસ્ટ રેટ