android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhidham News: પોલીસ ઊંઘતી રહી અને જનતા જાગી! ગણેશ નગરમાં દારૂના અડ્ડા પર 'જનતા રેડ'

calendar_todayMarch 6, 2026

Gandhidham News: પોલીસ ઊંઘતી રહી અને જનતા જાગી! ગણેશ નગરમાં દારૂના અડ્ડા પર 'જનતા રેડ'

કચ્છના ગાંધીધામમાં આવેલા ગણેશ નગર વિસ્તારમાં આજે સ્થાનિક રહીશોએ ભેગા મળીને દેશી દારૂના એક અડ્ડા પર જનતા રેડ પાડી છે. આ વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું, જેના કારણે કાયદો-વ્યવસ્થા અને સામાજિક વાતાવરણ ડહોળાઈ રહ્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ હતી.

લોકોએ જાતે જ કર્યો પર્દાફાશ

ગણેશ નગરના રહીશો આ દારૂના અડ્ડાથી ત્રાહિમામ પોકારી ગયા હતા, સ્થાનિક લોકોએ અગાઉ અનેકવાર પોલીસ તંત્રને આ અડ્ડા અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. લોકોનો આક્ષેપ છે કે અહીં કોઈ પણ ડર વગર દેશી દારૂનો વેપલો ચાલતો હતો. આજે ધીરજ ખૂટતા સ્થાનિક પુરુષો અને મહિલાઓએ જાતે જ અડ્ડા પર જઈ દરોડો પાડ્યો હતો અને દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસ કામગીરી સામે ઉઠ્યા સવાલો

જનતા રેડ પાડીને અડ્ડાને ખુલ્લો પાડ્યા બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. જોકે, આ ઘટનાને પગલે ગાંધીધામ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. લોકો પૂછી રહ્યા છે કે જો સામાન્ય નાગરિકોને દારૂના અડ્ડાની જાણકારી હોય, તો પોલીસ કેમ અજાણ હતી? સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો હવે પછી પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલશે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. હાલમાં પોલીસે દારૂનો જથ્થો કબજે કરી બૂટલેગરો સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો