android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar મનપા ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર, 14 અથવા 15 સપ્ટેમ્બરે થઈ શકે છે મોટી જાહેરાત!

calendar_todaySeptember 12, 2026

Gandhinagar મનપા ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર, 14 અથવા 15 સપ્ટેમ્બરે થઈ શકે છે મોટી જાહેરાત!

ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની ચૂંટણીને લઈને રાજ્યના રાજકીય વર્તુળોમાં અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, મનપા ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ આગામી 14 અથવા 15 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી શકે છે. આ જાહેરાતની શક્યતાઓને પગલે ગાંધીનગર શહેરમાં રાજકીય ગરમાવો અત્યારથી જ ચરમસીમાએ પહોંચી ગયો છે અને તમામ રાજકીય પક્ષોએ પોતાની ચૂંટણી લક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે.

14 સપ્ટેમ્બરે આખરી મતદારયાદી અને 11 ઓક્ટોબરે મતદાનની શક્યતા

ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આગામી 14મી સપ્ટેમ્બરે ફાઇનલ મતદારયાદીની સત્તાવાર પ્રસિદ્ધિ કરવામાં આવશે. મતદારયાદી જાહેર થયા બાદ સંભવિત 11મી ઓક્ટોબરે મતદાન યોજવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આખરી મતદારયાદી બહાર પડતાં જ કયા વોર્ડમાં કેટલા નવા ઉમેદવારો ઉમેરાયા છે અને કયા સમીકરણો બદલાશે તેનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.


20-25 દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તૈયારી

ચૂંટણી પંચ દ્વારા આ વખતે ગાંધીનગર મનપાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અત્યંત ઝડપી અને ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે. અંદાજે 20 થી 25 દિવસની મુદતમાં જ સમગ્ર ચૂંટણી આટોપી લેવામાં આવશે. તારીખોની જાહેરાત થતાંની સાથે જ પાટનગરમાં ચૂંટણી આચારસંહિતા પણ અમલી બની જશે. વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને પારદર્શી રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટેની પૂર્વતૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Gandhinagar માટે ઐતિહાસિક દિવસ, એક જ દિવસમાં રૂ.1848 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ!