android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : ‘હર ઘર નળ’ યોજના પૂર્ણ થયાની સરકારની જાહેરાત પર કેગનો ધડાકો, 15 લાખ પરિવારોને પાણી મળ્યું જ નથી

calendar_todaySeptember 12, 2026

Gandhinagar : ‘હર ઘર નળ’ યોજના પૂર્ણ થયાની સરકારની જાહેરાત પર કેગનો ધડાકો, 15 લાખ પરિવારોને પાણી મળ્યું જ નથી

ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર 2022માં ‘હર ઘર નળ’ યોજના 100 ટકા પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, વિધાનસભામાં રજૂ થયેલા કેગના અહેવાલે આ દાવા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અહેવાલ મુજબ એપ્રિલ 2024 સુધી રાજ્યના આશરે 15 લાખ પરિવારોને નળથી પાણી પહોંચાડવાનું કામ બાકી હતું.

100 ટકા પૂર્ણતાના દાવા વચ્ચે 15 લાખ પરિવારો વંચિત

‘હર ઘર નળ’ યોજના હેઠળ રાજ્યના 91.18 લાખ ગ્રામીણ પરિવારોના ઘરો સુધી પાઇપલાઇન મારફતે પીવાનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય હતું. અગાઉના વર્ષોમાં 65.16 લાખ પરિવારોને નળ દ્વારા પાણી મળ્યું હતું, એટલે કે 26.02 લાખ પરિવારોને હજુ જોડવાના બાકી હતા. તેમ છતાં ઓક્ટોબર 2022માં તમામ કામ પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી.

 27 જિલ્લાના 14.84 લાખ પરિવારો બાકી

કેગના જણાવ્યા મુજબ એપ્રિલ 2024ની સ્થિતિએ 27 જિલ્લાના 14.84 લાખ પરિવારોને હજુ યોજનામાં આવરી લેવાના બાકી હતા. પાંચ વર્ષમાં માત્ર 11.18 લાખ પરિવારોના ઘરોમાં નળ લગાવવામાં આવ્યા હોવાનું પણ અહેવાલમાં નોંધાયું છે.

કોન્ટ્રાક્ટરો સાથેની સાંઠગાંઠથી સરકારી તિજોરીને નુકસાન

અહેવાલમાં GWSSB અને GWIL દ્વારા કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવામાં આવ્યો હોવાના ગંભીર મુદ્દા સામે આવ્યા છે. અયોગ્ય GST દર લાગુ કરવાના કારણે કોન્ટ્રાક્ટરોને રૂ.18.65 કરોડની વધારાની ચૂકવણી થઈ હોવાનું કેગે નોંધ્યું છે. સમગ્ર પ્રક્રિયામાં સરકારને આશરે રૂ.98.62 કરોડથી રૂ.99 કરોડનું નુકસાન થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

38 ગામોના કામમાં પણ ગંભીર ગેરરીતિ

અમરેલીના 13, આણંદના 14 અને પાટણના 11 ગામો મળીને કુલ 38 ગામોમાં રાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેમાંથી માત્ર 19 ગામોમાં કામ શરૂ થયું હતું અને કામ શરૂ થયેલા ગામોમાં પણ માત્ર 9 ગામોમાં, એટલે કે લગભગ 50 ટકા ગામોમાં જ કામ પૂર્ણ થયું હતું.

કોન્ટ્રાક્ટરોને 18.65 કરોડની વધારે ચૂકવણી

GWSSB અને GWILના કોન્ટ્રાક્ટરો સાથેની સાંઠગાંઠના કારણે સરકારને 99 કરોડનું નુકશાન થયું છે. હર ઘર નળ યોજનામાં 91.18 લાખ ગ્રામીણ પરિવારોના ઘર સુધી પાઇપ લાઇન નાખી પીવાનું પાણી પહોંચાડવાનું હતું આગળના વર્ષોમાં 65.16 લાખ પરિવારોને ઘરમાં નળ દ્વારા પાણી અપાઇ ચુક્યું હતું. જેથી 26.02 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી આપવાનું હતું. જો કે ઓક્ટોબર 2022માં જ ગુજરાત સરકારે બાકી તમામ કામ પુરુ કરીને 100 ટકા કામ પુરુ થઇ ગયું હોવાનું જાહેર કર્યું હતું. કેગ દ્વારા શોધી શકાયું હતું કે જીડબલ્યુઆઇએલ તથા જીડબલ્યુંએસએસબી દ્વારા અયોગ્ય જીએસટી દર અપનાવાના કારણે કોન્ટ્રાક્ટરોને 18.65 કરોડની વધારે ચૂકવણી થઇ હતી

જાહેરાત કોણે ચકાસી અને જવાબદારી કોની?

યોજના પૂર્ણ ન થઈ હોવા છતાં 100 ટકા પૂર્ણતાની જાહેરાત શા માટે કરવામાં આવી? નળ જોડાણો, પાણી પુરવઠો અને ખર્ચના આંકડાઓની ચકાસણી કોણે કરી હતી? કોન્ટ્રાક્ટરોને વધારાની ચૂકવણી માટે જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે? કેગના અહેવાલ બાદ હવે સરકાર અને સંબંધિત વિભાગોએ આ સવાલોના સ્પષ્ટ જવાબ જનતા સમક્ષ આપવા પડશે.  


આ પણ વાંચો   :    Sandesh Digital Explainer : ગુજરાતમાં હવે 24 કલાક ધંધો કરી શકાશે, સ્વ-ઘોષણાથી ઓનલાઇન મંજૂરી, જાણો કાયદામાં શું થયો ફેરફાર     


આ પણ વાંચો   :   Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ