android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: લક્ઝરી બસની ટક્કરે સંઘમાં રસોઈ બનાવવા જતા રસોઈયાઓ ભરેલી પીકઅપ પલટી, 16 ઈજાગ્રસ્ત

calendar_todaySeptember 19, 2026

Gandhinagar: લક્ઝરી બસની ટક્કરે સંઘમાં રસોઈ બનાવવા જતા રસોઈયાઓ ભરેલી પીકઅપ પલટી, 16 ઈજાગ્રસ્ત

ગાંધીનગરના ચીલોડા નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ચીલોડાથી આશરે 10 કિમી આગળ અંબાજીના સંઘમાં રસોઈ બનાવવા જઈ રહેલા 16 રસોઈયાઓને લઈ જતી પીકઅપ ડાલાને લક્ઝરી વાહને ટક્કર મારી હતી. અકસ્માતમાં પીકઅપ ડાલામાં સવાર તમામ 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અંબાજીના સંઘમાં રસોઈ બનાવવા જતા હતા

મળતી વિગતો મુજબ 16 રસોઈયાઓ પીકઅપ ડાલામાં સવાર થઈ અંબાજીના સંઘમાં રસોઈ બનાવવા માટે જઈ રહ્યા હતા. ચીલોડાથી આશરે 10 કિમી આગળ પહોંચતા તેમની પીકઅપ ડાલાને લક્ઝરી વાહને જોરદાર ટક્કર મારી હતી.

16 લોકો ઈજાગ્રસ્ત, 7ની હાલત ગંભીર

અકસ્મતમાં પીકઅપ ડાલામાં સવાર 16 લોકોને ઈજા પહોંચી હતી. તેમાંથી 7 લોકો વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. ગંભીર ઈજાગ્રસ્તોમાંથી 3 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાની માહિતી છે.

ગાંધીનગરથી અમદાવાદ સુધી સારવાર માટે દોડધામ

અકસ્મતમાં ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર સ્થિતિ ધરાવતા કેટલાક ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ટક્કર મારનાર લક્ઝરી વાહનનો ચાલક ફરાર

અકસ્મત બાદ લક્ઝરી વાહનનો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર ચાલકને શોધવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં

અકસ્મતમાં 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 7 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ગંભીર ઈજાગ્રસ્તોમાં 3 લોકો વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુધી અકસ્માતમાં કોઈ વ્યક્તિના મોતની માહિતી સામે આવી નથી. 


આ પણ વાંચો  :    Navratri 2026 : ગરબાની આડમાં શું ચાલી રહ્યું છે? સોશિયલ મીડિયાની ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ પોસ્ટે ઉભા કર્યા ગંભીર સવાલો