android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ભાજપ દ્વારા 17 સપ્ટે.થી 1 માસ સેવા સંકલ્પ અભિયાનનું કરાયું આયોજન

calendar_todaySeptember 6, 2026

Gandhinagar: ભાજપ દ્વારા 17 સપ્ટે.થી 1 માસ સેવા સંકલ્પ અભિયાનનું કરાયું આયોજન

ભારતીય જનતા પાર્ટી દ્વારા 17મી સપ્ટેમ્બરથી એક મહિના દરમિયાન સેવા સંકલ્પ અભિયાન યોજાશે. આ અભિયાનની તૈયારીના ભાગરૂપે મહાનગર ભાજપાની કાર્યશાળા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતીમાં યોજાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત 25 વર્ષ પુર્ણ થવાના અળસરે ભાજપા દ્વારા સેવા સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવશે.જે અંતર્ગત યોજાયેલી કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકરજીએ કાર્યશાળામાં અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોનું રૂપરેખા, સંગઠનાત્મક વ્યવસ્થા તથા કાર્યક્રમોના અસરકારક અને સુવ્યવસ્થિત આયોજન અંગે સંગઠનના પદાધિકારીઓ, ભાજપા આગેવાનો, નગરસેવકો અને કાર્યકર્તાઓને વિગતવાર માર્ગદર્શન આપ્યુ હતું. આ અભિયાન અંતર્ગત 13 જેટલા વિશેષ કાર્યક્રમો યોજાશે. જેમાં નરેન્દ્ર મોદીના જન્મ દિને સાંજે સાત કલાકે વિવિધ યોજનાના લાભાર્થી પરિવારો અને કાર્યક્રરો દ્વારા દિપ પ્રજવલન, ગુજરાત અને દેશમાં થયેલા ઐતિહાસિક કાર્યો સંદર્ભે શાળાઓમાં ચિત્ર અને વકૃત્વસ્પર્ધા, વિકસિત ભારત 2047નો સામુહિક સંકલ્પ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યશાળામાં ભાજપના મહાનગર પ્રભારી નિરવ અમિન, સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો