calendar_todayFebruary 27, 2026
Gandhinagar : રાજ્યના તમામ મહાનગરોમાં બનશે નમો ગૌરવ પાર્ક, શહેરી વિકાસ વિભાગે 20 કરોડની કરી ફાળવણી
રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના તમામ મહાનગરોમાં “નમો ગૌરવ પાર્ક” વિકસાવવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ માટે રૂ. 20 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
પાર્ક થિમેટિક ગ્રીન લેન્ડસ્કેપના આધારે વિકસાવવામાં આવશે
સરકારના જણાવ્યા મુજબ, આ પાર્ક થિમેટિક ગ્રીન લેન્ડસ્કેપના આધારે વિકસાવવામાં આવશે, જે શહેરોમાં અર્બન ઇકોલોજી મજબૂત બનાવવામાં સહાયક બનશે. વધતી શહેરીકરણની અસરને ધ્યાનમાં રાખીને હરિયાળી વિસ્તાર વધારવા અને પર્યાવરણનું સંતુલન જાળવવા આ પહેલ હાથ ધરવામાં આવી છે.
વિશેષ ચિલ્ડ્રન પ્લે ઝોન, વોટર બોડી અને વિવિધ પબ્લિક એમીનિટી સુવિધાઓ ઉપલબ્ધ
આ “નમો ગૌરવ પાર્ક”માં બાળકો માટે વિશેષ ચિલ્ડ્રન પ્લે ઝોન, વોટર બોડી અને વિવિધ પબ્લિક એમીનિટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ વોકિંગ ટ્રેક, ઓપન જિમ અને આરામ માટે ગ્રીન સિટિંગ ઝોન જેવી સુવિધાઓ પણ ગોઠવાશે.
આ પણ વાંચો----- Gandhinagar : રાજ્યમાં 255 સિંહ, 405 સિંહણ નોંધાયા, સિંહ બાળની સંખ્યા વધીને 231 નોંધાઈ